બનાસકાંઠા જિલ્લામાં બેફામ ઝડપે દોડતા વાહનોના કારણે માર્ગ અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે. જેમાં અનેક માનવ જીંદગીઓ અકાળે કાળનો કોળીયો બની રહી છે ત્યારે આજે માર્ગ અકસ્માતો માટે કુખ્યાત બનેલા ત્રિશુળીયા ઘાટમાં વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અંબાજી અકસ્માતઃ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને અધિકારીઓનો હોસ્પિટલમાં જમાવડો - BNS
અંબાજીઃ યાત્રાધામ અંબાજી નજીકના દાંતામાં ભયજનક ત્રિશુળીયા ઘાટમાં પીકઅપ જીપડાલુ અચાનક પલટી ખાઈ જતાં 9ના મોત નિપજ્યા હતા. જ્યારે 34થી વધુ લોકોને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતા જિલ્લા વિકાસ અધિકારી બી એ શાહ, ધારાસભ્ય મહેશ પટેલ, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ આવી પહોંચ્યા હતા અને મૃતકોના પરિવાર જનોને સાંત્વના આપી ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા કરાવી હતી.
વડગામ તાલુકાના ભલગામના મન્સૂરી સમાજના એક જ પરિવારના 35થી વધુ લોકો ઓવરલોડ મુસાફરો ભરીને પીકઅપ ડાલુ બેફામ ઝડપે પસાર થઈ રહ્યું હતું ત્યારે ત્રિશુળીયા ઘાટમાં અચાનક ડાલાની બ્રેક ફેઈલ થઈ જતાં ડ્રાયવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા જીપ પહાડ સાથે તકરાયું હતું અને જીપડાલુ ટકરાઈને પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
35 જેટલા મુસાફરોનો કચ્ચરઘાણ નીકળતા ત્રિશૂળીયો ઘાટ ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો, આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જયારે 30 જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચી હતી, આ બનાવની જાણ થતાંજ અંબાજી, દાંતા અને પાલનપુરથી 108 અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે પાલનપુર, મહેસાણા અને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડાયા હતા. પાલનપુરમાં ઇજાગ્રસ્તો લવાતા તેમના સગાવહાલાં, જિલ્લા વિકાસ અધિકારી બી એ શાહ, ધારાસભ્ય મહેશ પટેલ, વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ આવી પહોંચ્યા હતા અને મૃતકોના પરિવાર જનોને સાંત્વના આપી ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટેની વ્યવસ્થા કરાવી હતી.