ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુર હોમગાર્ડઝ યુનિટના જવાનનું ફરજ દરમિયાન મૃત્યુ, પરિવારને 4 લાખની સહાય - CM Relief Fund

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારી ફરજ બજાવતા પાલનપુર હોમગાર્ડઝ યુનિટના જવાનનું ફરજ દરમિયાન મૃત્યુ થતા તેમના પરિવારને મુખ્ય પ્રધાન રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો.

 પાલનપુર હોમગાર્ડઝ યુનિટના જવાનનું ફરજ દરમિયાન મૃત્યુ, પરિવારને 4 લાખની સહાય
પાલનપુર હોમગાર્ડઝ યુનિટના જવાનનું ફરજ દરમિયાન મૃત્યુ, પરિવારને 4 લાખની સહાય

By

Published : Jul 8, 2020, 9:17 PM IST

બનાસકાંઠાઃ કોરોના મહામારી ફરજ દરમિયાન પાલનપુર હોમગાર્ડઝ યુનિટના જવાનનું મૃત્યુ નિપજતાં મુખ્ય પ્રધાન રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાયનો ચેક મૃતકના પરિવારને આપવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુર હોમગાર્ડઝ યુનિટમાં કોરોના મહામારીમાં ફરજ દરમિયાન હોમગાર્ડઝ જવાન શૈલેષભાઈ શ્રીમાળીનું મોત નિપજતાં મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી રૂપિયા 4 લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી. જ્યારે છાપી યુનિટના મંગાભાઇ કે. રાવળના વારસદારને હોમગાર્ડઝ વેલફેર ફંડમાંથી રૂપિયા 77, 500/- સહાય મંજૂર કરવામાં આવી હતી.

જેથી મંગળવારે જિલ્લા કમાન્ડન્ટ રમેશભાઇ એમ. પંડયાના હસ્તે બન્ને મૃતક જવાનના પરિવારને સહાયના ચેક આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા કચેરીના હેડ કલાર્ક જે.એન.પરમાર, સબ ઇન્સ્પેક્ટર એલ.એચ.વ્યાસ, સ્ટાફ ઓફીસર મનોજ ઉપાધ્યાય, પાલનપુરના ઓફીસર કમાન્ડીગ પ્રશાંત ગૌસ્વામી, છાપીના ઓફીસર કમાન્ડીગ એચ.જી.બ્રહ્મભટ્ટ સહિત હોમગાર્ડઝ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details