- આગામી વર્ષ 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈ વિવિધ રાજકીય પક્ષો પોતાની રણનીતિમાં લાગ્યા
- અંબાજીમાં કાર્યકર્તા જન જાગૃતિ શિબિરનું આયોજન કરાયું
- રાષ્ટ્રીય નેતાઓ જ ન ફરકતા શિબિરનો રકાસ જોવા મળ્યો હતો અને કાર્યકર્તાઓમાં પણ નિરાશા જોવા મળી
બનાસકાંઠા: 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. તેને લઈ વિવિધ રાજકીય પક્ષો પોતાની રણનીતિમાં લાગી ગયા છે. જેને કારણે જનનાયક જનતા પાર્ટી (Jannayak Janata Party) દ્વારા અંબાજી (Ambaji) માં રવિવારે કાર્યકર્તા જન જાગૃતિ શિબિર (public awareness camp) નું આયોજન કરવામાં આવ્યું હતું પણ રાષ્ટ્રીય નેતાઓ જ ન ફરકતા શિબિરનો રકાસ જોવા મળ્યો હતો અને ક્યાંક કાર્યકર્તાઓમાં પણ નિરાશા જોવા મળી હતી. જોકે જનનાયક જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બચ્ચનસિંહ ગુર્જરે તમામ કાર્યકર્તાઓને સાંત્વના આપી હતી અને કોરોનાકાળમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી શિબિરની શરૂઆત કરી હતી. હવે પછી ફરીથી 15 ઓગસ્ટ બાદ રાષ્ટ્રીય નેતાઓ અંબાજી ખાતેમાં અંબેના દર્શન કરી ચૂંટણીલક્ષી કામગીરીની શરૂઆત કરશે તેમ જણાવ્યું હતું.
અંબાજીમાં કાર્યકર્તા જન જાગૃતિ શિબિરનું આયોજન આ પણ વાંચો: પાટણમાં ભાજપના સંનિષ્ઠ કાર્યકર BJP કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા
રાષ્ટ્રીય નેતાઓ ન આવ્યા હોવાથી પ્રદેશ પ્રમુખે મીડિયા સમક્ષ માફી માગી
પ્રદેશ પ્રમુખે રાષ્ટ્રીય નેતાઓ ન આવ્યા હોવાથી મીડિયા સમક્ષ માફી માંગી હતી અને જણાવ્યું હતું કે, હરિયાણામાં મંત્રીમંડળનું વિસ્તરણ થનારું છે તેની કામગીરીને લઈ જનનાયક જનતા પાર્ટી (Jannayak Janata Party) ના રાષ્ટ્રીય નેતાઓ અંબાજી આવી શક્યા નથી. ગુજરાતમાં પોતાના બેનર હેઠળ ચૂંટણી લાડવા બાબતે જણાવ્યું હતું કે, જનનાયક જનતા પાર્ટી (Jannayak Janata Party) હરિયાણામાં BJP ની સહયોગી પાર્ટી છે. તેનો નિર્ણય કેન્દ્રીય કમિટી જ લઈ શકશે. હાલમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને લઈ આ તમામ કાર્યકર્તાને ફરજિયાત કોરોના પ્રતિરોધક રસી લઈ સુરક્ષિત બની જવા આહ્વાન પણ કર્યું હતું.
આ પણ વાંચો: ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષે પાટણની મુલાકાત લીધી
કોરોના રસીકરણ બાબતે પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓને જાગૃત કર્યા
અંબાજી ખાતે રવિવારે યોજાયેલી કાર્યકર્તા જનજાગૃતિ શિબિર (public awareness camp) માં કાર્યકર્તાઓની બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ (Social distance) નો અભાવ જોવા મળ્યો હતો. એટલું જ નહીં મોટાભાગના કાર્યકર્તાઓ માસ્ક વગર જોવા મળતા સરકારની કોરોના ગાઇડલાઇન (Corona guidelines) ના નિયમનું પણ ઉલ્લંઘન કરાયા હોવાનું જોવા મળ્યું હતું. એટલુ જ નહી એક તરફ રસી લેવા માટે સૂચનો કરવામાં આવે છે અને બીજી તરફ નેતાઓ ખુદ નિયમોનો ભંગ કરી રહ્યા છે.