ગુજરાત

gujarat

ETV Bharat / state

PM આવે કે સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આ વખતે ભાજપનો મેળ નહીં પડેઃ જગદીશ ઠાકોર

બનાસકાંઠામાં કાંકરેજ વિધાનસભા બેઠક (Kankrej Assembly Constituency) પર કૉંગ્રેસે અમૃતજી ઠાકોરને ટિકીટ (Amrut Thakor Congress Candidate Kankrej) આપી છે. ત્યારે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અને અમૃતજી ઠાકોરના મોટા ભાઈ જગદીશ ઠાકોર તેમના પ્રચાર માટે (Jagdish Thakor Campaign) બનાસકાંઠા પહોંચ્યા હતા. અહીં તેમણે સભા પણ સંબોધી હતી. પરંતુ તે દરમિયાન કૉંગ્રેસના ઉમેદવારે એવું કંઈક કર્યું કે જેનાથી લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

PM આવે કે પછી સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આ વખતે ભાજપનો મેળ નહીં પડેઃ જગદીશ ઠાકોર
PM આવે કે પછી સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આ વખતે ભાજપનો મેળ નહીં પડેઃ જગદીશ ઠાકોર

By

Published : Nov 24, 2022, 10:04 AM IST

Updated : Nov 24, 2022, 10:59 AM IST

બનાસકાંઠાજિલ્લામાં કૉંગ્રેસના ઉમેદવારો (Gujarat Election 2022) પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય તેમ જ સ્થાનિક નેતાઓનો તેમને સપોર્ટ પણ મળી રહ્યો છે. તે જ અંતર્ગત ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર ચૂંટણી પ્રચાર માટે બનાસકાંઠા (Jagdish Thakor Campaign) પહોંચ્યા હતા. અહીં તેમણે કાંકરેજ વિધાનસભા બેઠક (Kankrej Assembly Constituency) પર અમરતજી ઠાકોરના (Amrut Thakor Congress Candidate Kankrej) સમર્થનમાં સભા ગજવી હતી. કૉંગ્રેસના આ ઉમેદવાર તેમના નાના ભાઈ છે.

સભામાં કૂતુહલચૂંટણી સભામાં કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor Campaign) નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના પદની ગરિમા જાળવી રાખવા જણાવ્યું હતું. બીજી તરફ જાહેર સભામાં ઉમેદવાર સ્ટેજ ઉપર બેસવાની જગ્યાએ લોકોની વચ્ચે નીચે બેસી જતા ભારે કૂતુહલ સર્જાયું હતું.

જિલ્લાની 9 બેઠકો પર પ્રચાર પૂરજોશમાં શરૂજિલ્લામાં એક તરફ ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે. બીજી તરફ ચૂંટણી માહોલમાં પણ ઠંડી જેવી સ્થિતિ સર્જાય છે. હાલમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની જીત માટે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી પોતાની જીત માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તો જિલ્લામાં પણ 9 વિધાનસભા બેઠકો પર પણ પૂરજોશમાં પ્રચાર થઈ રહ્યો છે. ચૂંટણીમાં હાલ લોકો પણ પોતાના ઉમેદવારને લઈ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.

કૉંગ્રેસના ઉમેદવારે એવું કંઈક કર્યું કે જેનાથી લોકોમાં કુતૂહલ સર્જાયું હતું

ભાઈ ભાઈની મદદેત્યારે આ વખતે કાંકરેજ વિધાનસભા બેઠક (Kankrej Assembly Constituency) પર કિર્તીસિંહ વાઘેલા ભાજપમાંથી, મુકેશ ઠક્કર આમ આદમી પાર્ટીમાંથી, જ્યારે અમૃતજી ઠાકોર (Amrut Thakor Congress Candidate Kankrej) કૉંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. એટલે આ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર એ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરના (Jagdish Thakor Campaign) ભાઈ છે. એટલે તેમણે પ્રચાર અર્થે આસેડા ગામ ખાતે જાહેર સભા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો જગદીશ ઠાકોરનું ભાષણ સાંભળવા માટે ઉમટી પડ્યા હતા.

જગદીશ ઠાકોરના ભાજપ પર પ્રહારકાંકરેજ વિધાનસભા બેઠક (Kankrej Assembly Constituency) પર પ્રચાર માટે યોજાયેલી સભામાં જગદીશ ઠાકોરે (Jagdish Thakor Campaign) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની ગરિમા જાળવતા નથી. તેઓ કહે છે કે, ગુજરાતમાં કૉંગ્રેસ કાંઈ નથી તો પછી વડાપ્રધાનથી લઈ ભાજપશાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો તેમ જ કેન્દ્રની આખી ફોજને ગુજરાતમાં કેમ પ્રચાર અર્થે ઉતરવું પડે છે. 27 વર્ષ સુધી તમે ગુજરાતમાં કામ કર્યું છે. તો પ્રચાર કરવાની તમારી શી જરૂર પડે. આ વખતે તેઓનો કોઈ મેળ પડવાનો નથી.

કૉંગ્રેસના ઉમેદવાર ચાલુ સભામાં લોકો વચ્ચે બેસી ગયાજ્યારે કાંકરેજના ઉમેદવાર અમરતજી ઠાકોરે (Kankrej Assembly Constituency) વિસ્તારની પ્રજાના સૌથી મોટો પ્રશ્ન રોડ રસ્તાનો અને ત્યારબાદ પાણીનો ગણાવ્યો હતો. તેમને કોંગ્રેસની સરકાર બનતા તમામ સમસ્યાઓ હલ કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં નેશનલ હાઇવે રોડ પર 2 ટોલટેક્સ આવે છે. આના કારણે કાંકરેજની (Kankrej Assembly Constituency) જનતા ટોલ ટેક્સના બોજથી પીડાઈ રહી છે. તેને પણ મુક્ત કરવાનું તેમણે વચન આપ્યું હતું.

ઉમેદવાર સ્ટેજની જગ્યાએ નીચે બેઠા જાહેર સભા દરમિયાન ઉમેદવાર અમરતજી ઠાકોરે (Amrut Thakor Congress Candidate Kankrej) સ્ટેજ પર બેસવાની જગ્યાએ તેમના મોટાભાઈ જગદીશ ઠાકોર ની હાજરીમાં જ લોકોની વચ્ચે નીચે બેસી ગયા હતા, જેથી લોકોમાં પણ ભારે કુતોહુલ સર્જાયું હતું અંગે પૂછતા અમૃતજીએ જણાવ્યું હતું કે હું પ્રજાનો સેવક છું અને પ્રજાની સાથે બેસવાવાળો માણસ છું જેથી હું નીચે બેઠો હતો.

Last Updated : Nov 24, 2022, 10:59 AM IST

ABOUT THE AUTHOR

...view details