ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસ ડેરીના શુદ્ઘ ઘીમાં ડાલડા ઘીનું મિશ્રણ થતું હોવાની શંકા, યોગ્ય કાર્યવાહીની માગ

ડીસામાં બનાસડેરીનું ઘી શંકાસ્પદ આવતા એક ગ્રાહકે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે. ડીસામાં શુક્રવારે એક વ્યક્તિએ બનાસડેરીનું શુદ્ધ ઘીનું 500 ગ્રામનું ખરીદ્યુ હતુ, જે ઘરે લાવીને ખોલતા માલુમ પડ્યું કે, આ શુદ્ધ ઘીમાં ડાલડા ઘીનું મિશ્રણ થયું છે તેમજ ઘીમાંથી દૂર્ગધ પણ આવતી હતી.

Banas Dairy
Banas Dairy

By

Published : Jun 27, 2020, 8:12 PM IST

બનાસકાંઠાઃ આજે સમગ્ર વિશ્વમાં બનાસડેરી પોતાની વસ્તુઓને લઈ વિખ્યાત થયું છે. આજે વિશ્વભરમાં બનાસડેરી દ્વારા દૂધ, ઘી, ચીઝ, છાશ, દહીં, આઈશક્રીમ, પનીર સહિત અનેક વસ્તુઓ બનાવી પોતાનું નામ ગુંજતું કર્યું છે. બનાસકાંઠા જિલ્લાના તમામ પશુપાલન પણ બનાસડેરી આધારિત ચાલે છે, ત્યારે કેટલીક વાર નજીવી ભૂલોના કારણે લોકોને ડેરીની વસ્તુઓ પર ભરોસો ઉઠી જતો હોય છે.

ડીસામાં બનાસ ડેરીના શુદ્ઘ ઘીમાં ડાલડા ઘીનું મિશ્રણ થતું હોવાની શંકા

બનાસડેરીનું શુદ્ધ ઘી પર કેમ શંકાના દાયરામાં

  • ડાલડા ઘીનું મિશ્રણ થયું હોવાની આશંકા
  • ઘીમાંથી આવતી હતી દૂર્ગધ
  • ઘીમાંથી સફેદ પદાર્થ મળ્યો
    રાજ રાજગોરનો પરિવાર વર્ષોથી બનાસ ડેરીના શુદ્ધ ઘીનો જ ઉપયોગ કરે છે

ડીસા શહેરમાં આવેલી ચંદ્રલોક સોસાયટીમાં રહેતા રાજ રાજગોરનો પરિવાર વર્ષોથી બનાસ ડેરીના શુદ્ધ ઘીનો જ ઉપયોગ કરે છે. અત્યાર સુધી આ પરિવાર બનાસ ડેરીના ઘીને એકદમ શુદ્ધ માનતો હતો. આજ સુધી આ પરિવારને આ ઘી આરોગવાથી કોઈ જ નુકસાન થયું નથી.

ડાલડા ઘીનું મિશ્રણ થયું હોવાની આશંકા

પ્રથમવાર આ પરિવારે ડીસા શહેરમાથી બનાસ ડેરીનો 500 ગ્રામનું પાઉચ ખરીદ્યુ હતું. આ પાઉચને ખોલીને વાસણમાં કાઢવામાં આવતા રાજ રાજગોર નામનો આ યુવક ચોંકી ગયો હતો. રાજ રોજગોરનું માનીએ તો જે બનાસ ડેરીના 500 ગ્રામ ઘીનું પાઉચ તેમને ખરીદ્યુ હતું, તે ઘી દૂર્ગંધ મારતું હતું અને ઘીમાંથી સફેદ પદાર્થ મળી આવતા આ રાજ રાજગોરનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર જ્યારે આ ઘીનો સ્વાદ ચાખ્યો ત્યારે તેમને ઊબકા આવવા લાગ્યા હતા.

ઘીમાંથી આવતી હતી દૂર્ગધ

બનાસ ડેરી એક નામાંકિત ડેરી છે અને વિશ્વાસનું પ્રતિક છે. બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ડીસામાં બનાસડેરી જેવી નામાંકિત ડેરીના શુદ્ધ ઘીનું ડુપ્લિકેટિંગ પણ ખૂબ જ મોટા પાયે થઈ રહ્યું છે. એશિયાની નંબર વન ડેરી કે, જે શુદ્ધતાનું પ્રતિક છે. આ સમગ્ર બાબતે બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગે ગહન તપાસ કરવી જોઈએ અને બનાસ ડેરીના સંચાલક મંડળે પણ આ બાબતે ગંભીર બનવું જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details