ગુજરાત

gujarat

ETV Bharat / state

શું લાકડાની અછતને કારણે અંતિમ સંસ્કાર મોંઘા થઈ ગયા છે?

હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સતત કોરોના વાઇરસના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. સતત વધતા જતા કોરોના વાઇરસના કારણે અત્યાર સુધી અનેક લોકોના મોત થયા છે, ત્યારે તેમના અંતિમ સંસ્કાર કરવા માટે હાલમાં સૌથી વધુ જરૂરિયાત લાકડાની હોય છે. આવા સમયે બનાસકાંઠા જિલ્લામાં લાકડવાની માગ અને ભાવ અંગે માહિતી આપતો ETV BHARATનો વિશેષ અહેવાલ...

અંતિમ સંસ્કાર
અંતિમ સંસ્કાર

By

Published : May 5, 2021, 10:49 PM IST

  • શું અંતિમ સંસ્કાર માટે લાકડાની કોઈ અછત છે?
  • એક અંતિમવિધિ કરવા માટે કેટલા લાકડા જરૂર પડે છે?
  • અંતિમ સંસ્કાર માટે કેટલી કિંમતના લાકડાનો ઉપયોગ થાય છે?
  • અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશામમાં કોઈ રૂપિયા વસૂલવામાં આવે છે કે કેમ?

બનાસકાંઠા : જિલ્લામાં જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું હતું, તેના પ્રમાણે હાલમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસનો બીજો વેવ ઘાતક સાબિત થઇ રહ્યો છે. કારણ કે, જે પ્રમાણે કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની તમામ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સતત સારવારના અભાવના કારણે અત્યાર સુધી અનેક કોરોના દર્દીઓના મોત થયા છે. જેના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાના સ્મશાન ગૃહમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં કોરોના દર્દીના મૃતદેહ આવી રહ્યા છે, ત્યારે કોરોના કાળ દરમિયાન રાત-દિવસ સ્મશાન ગૃહમાં કોરોના દર્દીઓના મૃતદેહ આવી રહ્યા છે.

શું લાકડાની અછતને કારણે અંતિમ સંસ્કાર મોંઘા થઈ ગયા છે?

આ પણ વાંચો -સુરતમાં અંતિમક્રિયા માટે વસૂલવામાં આવી રહ્યા છે 1થી 2 હજાર રૂપિયા

શું અંતિમ સંસ્કાર લાકડાની કોઈ અછત છે?

હાલમાં જે પ્રમાણે કોરોના વાઇરસના સક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે અત્યાર સુધી અનેક દર્દીઓના મોત થઇ રહ્યા છે. મોટી સંખ્યામાં દર્દીઓના મોત થવાને કારણે દિવસ દરમિયાન અનેક દર્દીઓને સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવા માટે લાવવામાં આવી રહ્યા છે. તેને લઈ હાલમાં સૌથી વધુ અંતિમ સંસ્કાર કરવા માટે લાકડાની જરૂરિયાત પડતી હોય છે. જેને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લામાં અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. વધતા જતા કોરોના દર્દીઓના મોતને લઇ ડીસા ખાતે કાર્યરત મુક્તિધામમાં રોજના મોટી સંખ્યામાં મૃતકની મૃતદેહને અંતિમ સંસ્કાર માટે વપરાતા લાકડા માટે લોકો દાન આપી રહ્યા છે. જે પ્રમાણે સતત કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે. તેને પહોંચી વળવા અત્યારથી જ તમામ સ્મશાન ખાતે મોટી સંખ્યામાં લાકડા એકત્રિત કરી દેવામાં આવે છે, જેના કારણે આગામી સમયમાં લાકડાની અછત સર્જાય નહીં.

અંતિમ સંસ્કાર માટે કેટલી કિંમતના લાકડાનો ઉપયોગ થાય છે?

આ પણ વાંચો -હવે વગર વેઈટિંગે થશે અંતિમ સંસ્કાર, 10 કલાક પહેલાંથી જ તૈયાર કરી દેવાઈ છે ચિતાઓ

ડીસામાં કોરોના કાળ દરિમયાન સ્મશાન ગૃહમાં આપતાં લાકડાના ભાવમાં ઘટાડો

કોરોના કાળ દરમિયાન અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે, ત્યારે આવા સમયે તેમને અગ્નિદાહ આપવા માટે સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવતા હોય છે. જ્યાં તેમને અગ્નિદાહ આપવા માટે સૌથી વધુ લાકડાની જરૂરિયાત હોય છે. આવી પરિસ્થિતિમાં ડીસાના લાકડાના વેપારીઓ પણ આગળ આવ્યા છે અને જ્યાં પહેલા અગ્નિહદાહ આપવા માટે લાકડાનો ભાવ લેવામાં આવતો હતો. તેના કરતાં 5 ટકા ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોરોના કાળ પહેલા જ્યાં લાકડાના 20 કિલોના ભાવ 110 રૂપિયા હતા, જે હાલ ઘટાડીને 90 રૂપિયા કરી દેવામાં આવ્યા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે, કોરોના કાળ દરમિયાન વેપારીઓ પણ સેવાની ભૂમિકા ભજવી રહ્યા છે.

અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશામમાં કોઈ રૂપિયા વસૂલવામાં આવે છે કે કેમ?

આ પણ વાંચો -ભાવનગર સ્મશાનમાં રાત દિવસ માનવ સેવા કરે છે નાગરિકો, લાકડાની પણ કરે છે વ્યવસ્થા

સામાન્ય સમયમાં અંતિમ સંસ્કાર કરવામાં આવેલા મૃતદેહોની સંખ્યા અને આ રોગચાળાના સમયમાં સ્મશાન ખાતે મૃતકોની સંખ્યા

કોરોના વાઇરસની મહામારી પહેલા આમ તો સ્મશાનમાં બે-ત્રણ દિવસમાં માત્ર અને માત્ર એક મૃતદેહ આવતો હતો, પરંતુ જ્યારથી કોરોના વાઇરસની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારથી ડીસાના એક સ્મશાન ગૃહમાં રોજના 5થી પણ વધુ મૃતદેહ આવી રહ્યા છે. સતત વધતા જતા કોરોના કાળમાં અત્યાર સુધી અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જેને લઇ બનાસકાંઠા જિલ્લાના તમામ સ્મશાન ગૃહોમાં મૃતદેહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

અંતિમ સંસ્કાર માટે કેટલી કિંમતના લાકડાનો ઉપયોગ થાય છે?

આ પણ વાંચો -બારડોલીના દાનવીરો રોજના 600 મણ લાકડાં સ્મશાન ગૃહોમાં મોકલી રહ્યા છે

એક અંતિમવિધિ કરવા માટે કેટલા લાકડા જરૂરી છે અને કેટલી કિંમતના લાકડા થાય છે?

જ્યારે પણ સ્મશાન ગૃહમાં અગ્નિદાહ માટે મૃતદેહ લાવવામાં આવે છે, ત્યારે જરૂરિયાત પ્રમાણે લાકડાની જરૂરિયાત પડતી હોય છે, પરંતુ મોટાભાગે 1000 રૂપિયાની કિંમતના લાકડાથી અગ્નિદાહ કરતા હોય છે. આમ ચોક્કસથી કહી શકાય કે, હાલમાં જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેને લઈ બનાસકાંઠા જિલ્લામાં કોઈ જ પ્રકારની લાકડાની અછત સર્જાઈ નથી.

એક અંતિમવિધિ કરવા માટે કેટલા લાકડા જરૂર પડે છે?

આ પણ વાંચો -ભરૂચના સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં ગોબર સ્ટીકના ઉપયોગથી મૃતદેહના અંતિમ સંસ્કાર

અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનમાં કોઈ રૂપિયા વસુલવામાં આવે છે કે કેમ?

હાલમાં જે પ્રમાણે દિવસેને દિવસે કોરોના વાઇરસની મહામારી મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જે અંતર્ગત સ્મશાન ગૃહમાં પણ અગ્નિદાહ કરવા માટે મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આવા સમયે બનાસકાંઠા જિલ્લામાં આવેલા તમામ સ્મશાન ગૃહમાં કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં આવતી નથી, પરંતુ અહીં અગ્નિદાહ આપવા આવતા લોકો જાતે જ તેમને જે ફાળો લખાવો હોય તે લખાવીને જાય છે. એક પણ સ્મશાન ગૃહમાં કોઈ પ્રકારના પૈસાની લેવડ-દેવડ કરવામાં આવતી નથી. સ્મશાન ગૃહ પર અગ્નિદાહ કરવા આવતા લોકો જાતે જ પોતાની રીતે લાકડાં લે છે અને જે પણ ફાળો લખાવો હોય તે લખાવી જાય છે. બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે કોરોના વાઇરસની મહામારીમાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેને લઇ વિવિધ સંસ્થાઓ અને લાકડાના વેપારીઓ પણ પોતાની રીતે સેવા આપી અનોખો ધર્મ નિભાવી રહ્યા છે.

શું અંતિમ સંસ્કાર માટે લાકડાની કોઈ અછત છે?

આ પણ વાંચો -અમદાવાદ: કોરોના દર્દીઓની અંતિમવિધિ માટે ભયજનક સ્થિતિ, સ્મશાનગૃહોમાં 4 થી 5 કલાકનું વેઈટિંગ

ABOUT THE AUTHOR

...view details