પાલનપુર પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી રોકાવવા કરાઈ રજૂઆત - Letter of application to Laxmiben Karen
બનાસકાંઠાઃ પાલનપુર તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યોની બદલી ન કરવા રજૂવાત કરવા માટે ગ્રામજનોએ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનને રજૂઆત કરવા માટે દોડી આવ્યાં હતા.
પાલનપુર તાલુકાના ગામોમાં એચ ટાટ પાસ આચાર્યોની બદલી કરી અન્ય સ્થળોએ મોકલતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં પાલનપુર અને વડગામ તાલુકાના સામઢી, ટાકરવાડા, મેપડા સાગ્રોસણા સહિત અન્ય ગામના ગ્રામજનો પણ જિલ્લા પંચાયત ખાતે જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું. સરકારના આદેશ મુજબ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હોવી જોઈએ, એટલા વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક સત્રમાં કરી દઈશું. પરંતુ કોઈ પણ સંજોગોમાં હાલમાં મુખ્ય શિક્ષકો સહિત આચાર્યોની બદલી ન કરવામાં આવે તેવી માંગણી કરી હતી.