બનાસકાંઠા: જિલ્લો આમ તો વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. પરંતુ જિલ્લામાં મોટાભાગે ખેડૂત હોવાના કારણે બનાસકાંઠા જિલ્લો એ મોટા ભાગે ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે. ખાસ કરીને બનાસકાંઠામાં આજે ખેતીક્ષેત્રે ખેડૂતો વિવિધ ટેકનોલોજી થકી અન્ય દેશોની સરખામણીએ ખેતપેદાશો ઉત્પન્ન કરી દેશ અને દુનિયામાં નામ કરી રહ્યા છે. તેની સાથોસાથ હવે બનાસકાંઠાના ખેડૂતો પશુપાલન ક્ષેત્રે(Animal Husbandry in Banaskantha)પણ આગળ વધી રહ્યા છે.
મહિલાઓ પશુપાલન ક્ષેત્રે આગળ
એશિયાની નંબર વન બનાસ ડેરીની સ્થાપના(International Women's Day)બનાસકાંઠામાં શરૂ થઈ તેને લઈને આજે બનાસકાંઠાના મોટાભાગના ખેડૂતો ખેતીની સાથોસાથ પશુપાલન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યા છે. આજે પશુપાલનના (Asia's largest milk dairy)વ્યવસાય સાથે લાખો કરોડોની કમાણી કરી રહ્યા છે. ખાસ કરીને બનાસકાંઠામાં મોટાભાગની મહિલાઓ પશુપાલન ક્ષેત્રે સૌથી વધુ અગ્રેસર રહી છે. આજે પશુપાલન માંથી લાખો(Pastoralist Women's Convention) કરોડોની કમાણી કરી દેશમાં નામના મેળવી રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠામાં (Banas Dairy in Gujarat)આજે ખેડૂતોની સરખામણીએ મહિલાઓ પશુપાલન ક્ષેત્રે આગળ વધી રહી છે.
મહિલા સંમેલન યોજાયું
ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડિકલ કોલેજ (Banas Medical College)મોરીયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પશુપાલક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસ ડેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 15 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત મહિલાઓની પશુપાલન ક્ષેત્રે જાગૃતિ આવે તે માટે વિવિધ નાટકોનું આયોજન બનાસ ડેરીના(Banas Dairy)કર્મચારી મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના( Bharatiya Janata Party)અધ્યક્ષ સી.આર.પાટીલે વર્ચ્યુઅલ માધ્યમથી હજારો બહેનોને સંબોધન કર્યું હતું. તેમણે બનાસકાંઠાની મહિલા પશુપાલકોને સહકાર ક્ષેત્રે આપેલા યોગદાનને બિરદાવ્યું હતું. આજે દૂધના વ્યવસાયને બહેનોએ વેગ આપ્યો છે. આ સાથે તેમણે બનાસ ડેરીના સુકાની શંકર ચૌધરીના સક્ષમ નેતૃત્વ અને પારદર્શક વહીવટના પણ વખાણ કર્યા હતા.