ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત - banaskatha local news

બનાસકાંઠા જિલ્લોએ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે. તો જિલ્લાના ખેડૂતો રોજ પોતાની શાકભાજી લઇ માર્કેટ સુધી પહોંચવા માટે બિસ્માર રસ્તા પરથી હેરાન-પરેશાન થઈ ચાલવું પડે છે. ત્યારે બુધવારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ઘણા વર્ષોથી બિસ્માર હાલત ધરાવતા રસ્તાઓને નવા બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

innaugration of new road in rural area of Deesa taluka at a cost of crores of rupees
ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત

By

Published : Nov 11, 2020, 10:58 PM IST

  • આઝાદી સમયથી બિસ્માર હાલતમાં ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ
  • સરપંચ દ્વારા નવા રોડ બનાવવા માટે રજુઆત
  • ડીસાના ધારાસભ્ય દ્વારા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું
  • ખેડૂતોની વર્ષોની સમસ્યાનો આવ્યો હલ


આઝાદી સમયથી બિસ્માર હાલતમાં ગ્રામીણ વિસ્તારના રસ્તાઓ

બનાસકાંઠાઃ જિલ્લોએ ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો છે. તો જિલ્લાના ખેડૂતો રોજ પોતાની શાકભાજી લઇ માર્કેટ સુધી પહોંચવા માટે બિસ્માર રસ્તા પરથી હેરાન-પરેશાન થઈ ચાલવું પડે છે. ત્યારે બુધવારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ઘણા વર્ષોથી બિસ્માર હાલત ધરાવતા રસ્તાઓને નવા બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત

જિલ્લામાં આજે પણ ગ્રામીણ વિસ્તારમાં એવા અનેક ગામડાઓ છે કે જ્યાં ખેડૂતોએ આઝાદી પહેલા અને આઝાદી બાદ પણ પોતાના ગામમાં નવા રસ્તાઓ જોયા નથી. ડીસા તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકાનો દિવસેને દિવસે વિકાસ વધી રહ્યો છે. પરંતુ તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોને ગામમાં સારા રસ્તાઓ ન હોવાના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે. તાલુકાના ખેડૂતોએ વર્ષોથી પાકા રસ્તાઓ જોયા નથી. ત્યારે ગ્રામીણ વિકાસની વાતો કરતી સરકાર તાલુકાના ગામડાઓની મુલાકાત લઇ તાત્કાલિક ધોરણે ખેડૂતોને પોતાના ગામમાં જવા માટે નવા રસ્તાઓ બનાવી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.

ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે નવા રસ્તાનું કરાયું ખાતમુહૂર્ત
સરપંચ દ્વારા નવા રોડ બનાવવા માટે રજૂઆત

ડીસા તાલુકામાં આવેલા આખોલ ગામમાં આઝાદી પછી આજદિન સુધી પાકો રસ્તો જોવા મળ્યો નથી. આખોલ ગામમાં ખેડૂતોને પસાર થવા માટે માત્ર માટીના રસ્તા પરથી પસાર થવું પડતું હતું. જેના કારણે ખેડૂતોએ પોતાના ગામથી બજાર સુધી શાકભાજી પહોંચાડવા માટે કલાકોનો સમય બગાડીને જવું પડતું હતું. આ બાબતે ડીસા તાલુકાના આખોલ ગામના જાગૃત સરપંચ ભરત ધુખ દ્વારા સરકારમાં પાકા રસ્તા બનાવી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિકાસ અંતર્ગત ડીસા આખોલ ગામ પંચાયતમાં આવતા બે નવા રોડ બનાવી આપવા માટેની જાહેરાત કરી હતી. જેથી આખોલ ગામના સરપંચ અને ગામના લોકોએ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

ધારાસભ્ય દ્વારા નવા રોડોનું ખાત મુહૂર્ત કરાયું

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. દર વર્ષે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને પાકા રસ્તાઓ, ખેડૂતોના પાકને પાણી મળી રહે તે માટે નહેરની વ્યવસ્થા, ગ્રામીણ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો અને અન્ય વિકાસ કરવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ડીસા તાલુકાના આખોલ ગામે કરોડો રૂપિયાના ખર્ચે ત્રણ નવા રસ્તા બનાવી આપવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત ડીસા તાલુકાના ખેડૂતોના પડખે ઉભા રહી તેમનું દરેક કામ પૂર્ણ કરવામાં માટે ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા તમામ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ટૂંક સમયમાં જ આ રસ્તાઓનું કામ પૂર્ણ કરી ખેડૂતોની વર્ષોની માગણીનો અંત આવશે તેવું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details