બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં પણ હવે મોંઘવારીના કારણે બટાકાનો ભાવ આસમાને પહોંચ્યો છે. પહેલા ડુંગળી પછી તેલ અને હવે બટાકાનો ભાવ આસમાને પહોંચતાં ખાસ કરીને ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે. અગાઉ જે ડુંગળી 8 થી10 કિલો મળતી હતી તે 100 રુપિયે કિલો થઇ જતા બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ઉહાપોહ મચ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં મોંઘવારીથી ગરીબ અને મધ્યમવર્ગના લોકો પર અસર - બનાસકાંઠા તાજા સમાચાર
બનાસકાંઠાઃ બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા શહેરમાં જ મોંઘવારીના કારણે બટાકાનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે. બટાકાના ભાવમાં 600 ગણો વધારો થતાં ગૃહિણીઓ સહિત સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
બનાસકાંઠા જિલ્લામાં મોંઘવારીથી ગરીબ અને મધ્યમવર્ગના લોકો પર અસર
જો કે, ત્યારબાદ તેલ અને રાંધણ ગેસના ભાવો પણ વધી ગયા છે અને હવે મોંઘવારીમાં આટલું ઓછું હોય તેમ બટાકાનો ભાવ 600 ગણાં જેટલો વધી જતાં સામાન્ય રીતે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને વધુ એક કમરતોડ ફટકો પડી રહ્યો છે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રોજ શાક દાળમાં મુખ્યત્વે બટાકા અને ડુંગળીનો ઉપયોગ કરતા હોય છે. તેમાંય વળી બટાટાનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે, ત્યારે જે બટાટા બે મહિના અગાઉ 5થી 7 રૂપિયા કિલો મળતા હતા, તે જ બેટા હવે 30 થી 40 રૂપિયા કિલો બજારમાં મળી રહ્યા છે .