બનાસકાંઠા: કોરોના વાઇરસની મહામારી અને લોકડાઉનમાં અનેક લોકોના ધંધા-પાણી ઠપ થઈ ગયા છે. હજુ પણ કોરોનાની મહામારી રાજ્ય સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ મહામારીના સમયમાં સૌથી વધારે ફટકો ખાણી-પીણી બજારને પડ્યો છે, કારણ કે, લોકડાઉન તો હટાવી લેવામાં આવ્યું છે, પરંતુ લોકો કોરોના વાઇરસની સંક્રમણથી બચવા માટે બહારનું ખાવાથી ડરે છે.
બનાસકાંઠાના રવિયાણા ગામે યુવકે બનાવ્યું અનોખું પાણીપુરીનું ATM લોકડાઉનના સમયમાં બનાસકાંઠાના એક નાનકડા ગામના 10 ધોરણ પાસ વ્યક્તિએ નવરાશના સમયનો સદઉપયોગ કરી એક અનોખુ પાણીપુરીનું એટીએમ મશીન બનાવ્યું છે. જેમાં ગ્રાહક જાતે જ પૈસા નાખી મનપસંદ પકોડી ખાઈ શકે છે, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રવિયાણા ગામમાં રહેતા 32 વર્ષીય ભરતભાઈ ભીખાભાઈ પ્રજાપતિએ એક અનોખુ પાણીપુરીનું ATM મશીન બનાવ્યું છે. આ ATM મશીનમાં પૈસા નાખવાથી તમારી મનપસંદની પકોડી એક-એક કરી બહાર આવે છે, જે ગ્રાહક જાતે જ ઉઠાવી ખાઈ શકે છે.
બનાસકાંઠાના રવીયાણા ગામે યુવકે બનાવ્યું અનોખું પાણીપુરીનું ATM આ મામલે ભરતભાઈએ જણાવ્યું કે, આ મશીન એક ATM સિસ્ટમ જેવું જ છે. જેમાં પૈસા નાખવાથી પકોડી બહાર આવે છે. તેમના જણાવ્યા અનુસાર, સૌપ્રથમ ગ્રાહકે મશીનમાં સ્ટાર્ટ બટન દબાવવાનું રહે છે. ત્યારબાદ કેટલા રૂપિયાની પકોડી ખાવી છે, તે રકમ લખવાની, રકમ લખ્યા બાદ ગ્રાહકે, મશીનમાં નીચેની સાઈડે આપેલી જગ્યામાં રૂપિયાની નોટ અંદર નાખવાની, એટલે મશીન નોટને સ્કેન કરી ઓળખી લેશે કેટલા રૂપિયાની નોટ છે. ત્યારબાદ એન્ટર બટન દબાવી દેવાનું, એટલે એક-એક કરી મનપસંદ સ્વાદની પકોડી તૈયાર થઈ બહાર આવશે, જે ગ્રાહક જાતે જ લઈ ખાઈ શકે છે.
બનાસકાંઠાના રવીયાણા ગામે યુવકે બનાવ્યું અનોખું પાણીપુરીનું ATM અનોખો મશીન બનાવતા ગામમાં પણ એક પ્રકારે ઉત્સાહનો માહોલ છે, દેશમાં એકમાત્ર અને પ્રથમ પાણીપુરી માટે મશીન બનાવ્યું હોવાના સમાચાર મળતા જ ભરતભાઈના ઘરે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા છે. પાણીપુરી ATM મશીનને નિહાળવા માટે આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો આવી રહ્યા છે. ત્યારે ખાલી સમયનો સદુપયોગ કરી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવી પોતાની હુનરને મશીનમાં કંડારી અનુકૂળ મશીન બનાવનાર ભરતભાઈ પ્રજાપતિને જોઈ ગામલોકો પણ અભિભૂત બની ગયા છે અને નવ યુવાનોને પણ કંઈક નવું કરવાની પ્રેરણા આપી છે.
બનાસકાંઠાના રવીયાણા ગામે યુવકે બનાવ્યું અનોખું પાણીપુરીનું ATM