માઁ અંબાનું પ્રાગટ્ય
ભારતભરમાં યાત્રાઘામ તરીકે મશહુર એવુ શ્રી આરાસુરી અંબાજી માતાનું મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠાના દાતાના અંબાજીમાં આવેલું છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિભક્તિનો માના દર્શાનાર્થે આવે છે. રાજ્ય સરકારના અથાગ પ્રયત્નોથી મંદિરનો જીર્ણોધ્ધાર કરી શિખરની કામગીરી પૂર્ણ કરી સુવર્ણ કળશો પ્રતિષ્ઠિત કરાયેલા છે. અંબાજી મંદિર 358 સુવર્ણ કળશ ધરાવતું ભારતનું એક માત્ર શક્તિપીઠ છે. 51 શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. અંબાજી મંદિર સાથે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો પણ અનેરો સંબંધ રહ્યો છે. PM મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં, ત્યારે સમયાંતરે અંબાજી મંદિરની ચોક્કસ મુલાકાત લેતા હતાં. કહેવાય છે કે, નરેન્દ્ર મોદી સારૂ કામ કરતા પહેલા માઁ અંબાના ચરણોમાં જાય...
મા અંબાના પ્રાગટયની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃદસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને નિમંત્રમ આપ્યું હતું, પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા નહોતા. પિતાના ત્યાં યજ્ઞ છે, એવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતા સતી દેવી પિતાના ત્યાં પહોંચી ગયા હતાં. પિતાના ત્યાં યોજાયેલ મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ દેતા અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતા સતીએ યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્યજી દીધા હતાં. ભગવાન શિવે સતી દેવીના નિઃચેતન દેહ જોઈને તાંડવ આદર્યું અને દેહને ખભે ઉપાડી ત્રણેય લોકમાં ઘુમવા લાગ્યાં ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડી કરી પૃથ્વી પર વેરાવી દીધા. સતી દેહના ભાગ તથા આભૂષણો બાવન સ્થળો પર પડયા અને આ સ્થળે એક એક શક્તિ તથા એક ભૈરવ ટચુકડા સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા.