બનાસકાંઠા: ચાલુ વર્ષનું શૈક્ષણિક સંસ્થાઓનું ઉનાળુ વેકેશન હવે અંતિમ (Banaskantha Ambaji Temple)ચરણોમાં છે. લોકો છેલ્લે છેલ્લે પણ ધાર્મિક સ્થળોએ ફરવાની હોડ લાગી હોય તેમ શક્તિપીઠોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ( Ambaji Temple Trust ) જોવા મળી રહી છે. ગુજરાતનું સૌથી મોટું ગણાતું શક્તિપીઠ અંબાજીમાં પણ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દર્શન માટે પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃહરિયાળી ક્રાંતિ લાવવા બનાસ ડેરીએ શરૂ કર્યું નવું અભિયાન, શક્તિપીઠ અંબાજીથી કર્યા શ્રીગણેશ
દાનભેટની આવકમાં અનેક ગણો વધારો -ભક્તો કોરોના કાળ દરમિયાન (Shaktipeeth Ambaji Temple in Banskantha)પોતાના ઘરે ગુંગળામણ અનુભવતા હોય તેમ હાલ કોરોના પ્રકોપ ઘટતા શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પુરી કરવાની સાથે હવે કોઈ આવી મહામારીનો પ્રકોપ ન થાય તે માટે દર્શને આવતા જોવા મળ્યા હતા. ભક્તોની મંદિરમાં લાંબી લાઈનો મળી રહી છે. કોરોના લોકડાઉન બાદ અંબાજી મંદિરમાં યાત્રિકોની ધસારો સતત વધતો રહ્યો છે. તેની સાથે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને દાનભેટની આવકમાં પણ અનેક ગણો વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃપૂર્વજોના વર્ષોથી સંગ્રહેલા સોના ચાંદીના દાગીના માં અંબેના ચરણોમાં ધરીને શું મહેસૂસ કરે છે દર્શનાર્થીઓ
શ્રદ્ધાળુઓ ધાર્મિક સ્થાનો તરફ વળ્યા -ગત વર્ષે જે રીતે કોરોના મહામારીને લઈ લોકડાઉનની પરિસ્થિતિમાં અંબાજી મંદિર બંધ હતું અને તેવા સમય ઉનાળુ વેકેશન દરમિયાન યાત્રીકોનો ધસારો પણ ઓછો હતો. એપ્રિલ અને મે 2021ની દાનભેટની અવાક રૂપિયા 78.80 લાખની થય હતી, જયારે ચાલુ વર્ષે ઉનાળા વેકેશન દરમિયાન ભક્તોની ભીડ ઉમટી પડી છે. એપ્રિલ અને મે 2022ની આવક ગત વર્ષની સરખામણીએ 8 ગણી વધીને રૂપિયા 8.69 કરોડની થઈ છે. શ્રદ્ધાળુઓ લોકડાઉનની પરિસ્થિતિ બાદ અનેક પર્યટક સ્થળો એ જતા હોય છે. સાથે જે રીતે કોરોના મહામારીમાં લોકો સપડાયા ત્યાર બાદ આસ્થામાં પણ અનેક ગણો વધારો થતા શ્રદ્ધાળુઓ ધાર્મિક સ્થાનો તરફ પણ વધુ વળી રહ્યા છે.