ગુજરાત

gujarat

ETV Bharat / state

13 માસની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી પોલીસ સકંજામાં - Lakhni Police

બનાસકાંઠાના લાખણીમાં 13 માસની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ખેતર માલિકે ભાગીયા તરીકે કામ કરતા ખેતમજૂરની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. બનાવને પગલે આગથળા પોલીસે 55 વર્ષીય હવસખોર ખેતર માલિકને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

13 માસની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી પોલીસ સકંજામાં
13 માસની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી પોલીસ સકંજામાં

By

Published : Mar 16, 2021, 3:36 PM IST

  • લાખણી તાલુકામાં 13 માસની દીકરી પર દુષ્કર્મની ઘટના
  • ખેતર માલિક વિરુદ્ધ આગથળા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
  • આગથળા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની કરી અટકાયત
  • આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી

બનાસકાંઠાઃ જિલ્લાના લાખણી તાલુકાના એક ગામમાં 13 માસની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો લાખણીના એક ગામમાં રહેતા 55 વર્ષીય હીરાભાઈ દેસાઇ નામના શખ્સે તેના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતાં મજૂરની 13 માસની બાળકીને હવસનો શિકાર બનાવી છે.

દુષ્કર્મનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો હતો
આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લામાં પોલીસ સામે સગીરાએ નોંધાવી ફરિયાદ

ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો

દુષ્કર્મનો શિકાર બનેલી બાળકીના પિતાએ આગથળા પોલીસ મથકે ખેતર માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આગથળા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી હતી. આગથળા પોલીસ મથકમાં પોક્સો એક્ટ મુજબ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદને પગલે પોલીસે બાળકીને હવસનો શિકાર બનાવનાર આરોપી હીરાભાઈ દેસાઈની અટકાયત કરી હતી તેમજ આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ પ્રગતિના પ્રતીક ગુજરાતમાં અધધ ગુનાખોરી વધી

બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટનામાં વધારો

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં એક બાદ એક ચોરી, લૂંટ, હત્યા, દુષ્કર્મ જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓ સામે આવી રહી છે. આવા ગંભીર ગુનાઓને અંજામ આપતા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવનારા સમયમાં વારંવાર બનતી ગુનાહિત ઘટનાઓ અટકી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details