ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુર પાલિકા ચૂંટણીમાં સ્થાનિકને જ ટિકિટ આપવાની માગ કરાઈ - બનાસકાંઠાના તાજા સમાચાર

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં 1-2 દિવસમાં ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી શકે છે, ત્યારે ભાજપ દ્વારા સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવાની માગ કરવામાં આવી ઠેય આ માટે મહિલાઓએ ભાજપ શહેર પ્રમુખ સામે મકકમ રજૂઆત કરી હતી.

પાલનપુર પાલિકા ચૂંટણીમાં સ્થાનિકને જ ટિકિટ આપવાની માગ કરાઈ
પાલનપુર પાલિકા ચૂંટણીમાં સ્થાનિકને જ ટિકિટ આપવાની માગ કરાઈ

By

Published : Feb 11, 2021, 7:58 PM IST

  • વોર્ડ નંબર 1ની ભાજપની મહિલા કાર્યકરોએ કરી માગ
  • સ્થાનિક મહિલાને ટિકિટ આપાની કરાઈ માગ
  • આયાતી મહિલાને ટિકિટ આપવા પર વોર્ડ નંબર 1ની મહિલાઓ કરશે ચૂંટણીનો બહિષ્કાર

બનાસકાંઠા: પાલનપુર નગરપાલિકા બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા છે, ત્યારે 28 ફેબ્રુઆરીએ 44 બેઠકો અને 11 વોર્ડ માટે થનારી ચૂંટણીનો શંખનાદ વાગી ચૂક્યો છે. ટિકિટના મૂરતિયા ભાજપ કોંગ્રેસ કાર્યાલયના ચક્કર લગાવી રહ્યાં છે, તો કાર્યકરો દ્વારા પણ આ વખતે કોઈ સ્થાનિકને જ ટિકિટ અપાય તેવી માંગણી કરવામાં આવી છે.

ભાજપની મહિલા કાર્યકર્તાઓએ કરી રજૂઆત

બુધવારે સાંજે વોર્ડ નંબર 1ની ભાજપની મહિલા કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય આવી શહેર પ્રમુખ સામે ઉગ્ર રજૂઆતો કરી હતી. તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, વોર્ડ નંબર 1 માંથી બહારની મહિલાને ટિકિટ આપવાની હિલચાલ ચાલે છે, તે યોગ્ય નથી. આ વોર્ડની સ્થાનિક મહિલાને જ ટિકિટ આપવી જોઈએ. જો સ્થાનિક મહિલાને ટિકિટ નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ મહિલા કાર્યકર્તાઓએ ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details