હાઇકોર્ટમાં જસ્ટિસ એ.વાય. કોગજેની કોર્ટમાં સાધ્વી જયશ્રીગીરીની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે આ છેતરપિંડીમાં કેસમાં ચાર્જશીટ અને તપાસ પૂર્ણ થઈ હોવાથી જયશ્રીગીરીના જામીન મંજુર કર્યા હતા. એટલું જ નહિ આ કેસ સાથે સંડોવાયેલા અન્ય એક આરોપીને અગાઉ કોર્ટે જામીન આપી દીધા હતા.
પાલનપુરઃ છેતરપિંડી કેસમાં સાધ્વી જયશ્રીગીરીના હાઇકોર્ટે કર્યા જામીન મંજુર - bail
બનાસકાંઠા: જિલ્લાના પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા 5 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ગુરૂવારે હાઇકોર્ટે આરોપી સાધ્વી જયશ્રીગીરીના જામીમ મંજુર કર્યા હોવાની વિગતો સામે આવી છે. આ મામલે કોર્ટે 10 હજાર રૂપિયાના બોન્ડ અને ગુજરાત ન છોડવાની શરતે જામીન મંજુર કર્યા હતા.
ફાઈલ ફોટો
વર્ષ 2017માં પાલનપુરના મુક્તેશ્વર મથકમાંથી 1.25 કરોડ રૂપિયા અને લગભગ 2.4 કિલો સોનુ ચોરી કરવાના કેસમાં પોલીસે સાધ્વી જયશ્રીગીરીની ધરપકડ કરી હતી. ત્યારબાદ નીચલી કોર્ટે જામીન ફગાવી દેતા હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.