ગુજરાત

gujarat

By

Published : Feb 16, 2021, 10:25 AM IST

ETV Bharat / state

પાલનપુર પાલિકાની ચૂંટણીમાં 239 ફોર્મમાંથી 144 ફોર્મ માન્ય રહ્યાં

પાલનપુર પાલિકાની ચૂંટણીમાં 239 ફોર્મમાંથી 144 ફોર્મ માન્ય રહ્યાં છે. ફોર્મ ચકાસણીના દિવસે ભાજપ અને કોંગ્રેસના તમામ મેન્ડેટ મેળવનાર ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. ભાજપ કોંગ્રેસ સાથે આમ-આદમી પાર્ટીએ પણ આ વખતે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. કોંગ્રેસ -ભાજપના 44-44 ઉમેદવારો જ્યારે આપના 27 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે. ભાજપ-કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીના કકડાટનો લાભ ઉઠાવવા આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાને ઉતર્યા છે.

239 ફોર્મમાંથી 144 ફોર્મ માન્ય રહ્યાં
239 ફોર્મમાંથી 144 ફોર્મ માન્ય રહ્યાં

  • 11 વોર્ડની 44 સીટો માટે જામ્યો છે ચૂંટણી જંગ
  • સહુથી વધું 17 ઉમેદવારો વોર્ડ નં 11માં
  • સહુથી ઓછાં 10 ઉમેદવારો વોર્ડ નં 2માં

બનાસકાંઠા : પાલનપુર પાલિકાની 2015ની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકોમાંથી 23 સીટો BJPને જ્યારે 21 બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ હતી. ભાજપે પાંચ વર્ષ સુધી પાલિકાનું શાશન સંભાળ્યું હતું. દર વખતની જેમ આ વખતે પણ શાસક પક્ષની નીતિઓથી નગરજનોના મનમાં અનેક શંકા કુશંકા ઘેરાયેલી છે. રસ્તા, પાણી, સફાઈ જેવા પાયાના પ્રશ્નો હજુ સુધી નગરજનોને સતાવી રહ્યાં છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં શહેરીજનો કોને શાશન સોંપે છે. તે તરફ સહુ કોઈની મીટ મંડરાયેલી છે. ભાજપ કોંગ્રેસની સાથે આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મેદાને છે.

239 ફોર્મમાંથી 144 ફોર્મ માન્ય રહ્યાં

આપ પાર્ટી નિર્ણાયક બની શકે તેવી સંભાવના

આપ પાર્ટી નિર્ણાયક બની શકે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. આ ચૂંટણીમાં વિખવાદને જોતાં ભાજપ અને કોંગ્રેસના સીધા જ મેન્ડેટ ચૂંટણી અધિકારીઓને આપ્યા હોવાથી બન્ને પક્ષોમાંથી મોટી સંખ્યામાં ચૂંટણી ફોર્મ ભરાયા હતા, તેથી ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના દિવસે કુલ 239 ફોર્મમાંથી 144 ફોર્મ જ માન્ય રહ્યા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવારોના મેન્ડેટ સહિતના બધા જ ફોર્મ માન્ય રહ્યાં છે. જેમાં સહુથી વધુ 17 ઉમેદવારો વોર્ડ નં. 11માં ઉભા છે. જ્યારે સહુથી ઓછાં 10 ઉમેદવારો વોર્ડ નં. 2માં ઉભા છે. જ્યારે આપ પાર્ટીના પણ 27 ઉમેદવારો આ ચૂંટણી જંગમાં ઉભા હોવાથી આ વખતની ચૂંટણી ભારે રોચક રહેવાની સંભાવના રહેલી છે.

વોર્ડ પ્રમાણે ઉમેદવારોની સંખ્યા

વોર્ડ નં 1 (કુલ 12)

  • બીજેપી-4
  • કોંગ્રેસ-4
  • આપ-2
  • અપક્ષ-2

વોર્ડ નં 2 (કુલ 10)

  • બીજેપી-4
  • કોંગ્રેસ-4
  • આપ-1
  • અપક્ષ-1

વોર્ડ નં 3 (કુલ 12)

  • બીજેપી-4
  • કોંગ્રેસ-4
  • આપ-2
  • અપક્ષ-2

વોર્ડ નં 4 (કુલ 13)

  • બીજેપી-4
  • કોંગ્રેસ-4
  • આપ-0
  • અપક્ષ-5

વોર્ડ નં 5 (કુલ 13)

  • બીજેપી-4
  • કોંગ્રેસ-4
  • આપ-2
  • અપક્ષ-3

વોર્ડ નં 6 (કુલ 15)

  • બીજેપી-4
  • કોંગ્રેસ-4
  • આપ-4
  • અપક્ષ-3

વોર્ડ નં 7 (કુલ 14)

  • બીજેપી-4
  • કોંગ્રેસ-4
  • આપ-3
  • અપક્ષ-3

વોર્ડ નં 8 (કુલ 12)

  • બીજેપી-4
  • કોંગ્રેસ-4
  • આપ-3
  • અપક્ષ-1

વોર્ડ નં 9 (કુલ 16)

  • બીજેપી-4
  • કોંગ્રેસ-4
  • આપ-4
  • અપક્ષ-4

વોર્ડ નં 10 (કુલ 12)

  • બીજેપી-4
  • કોંગ્રેસ-4
  • આપ-2
  • અપક્ષ-2

વોર્ડ નં 11 (કુલ 17)

  • બીજેપી-4
  • કોંગ્રેસ-4
  • આપ-4
  • અપક્ષ-5

ABOUT THE AUTHOR

...view details