- 5 વર્ષમાં એક હજારથી વધુ માટીની મૂર્તિઓ બનાવી
- ભગવાનની મૂર્તિઓ સહિત અનેક મહાનુભાવોની બનાવી માટીની પ્રતિમા
- ખેલ મહાકુંભમાં પણ મેળવ્યા અનેક પુરસ્કારો
બનાસકાંઠા : પાલનપુરમાં સરકારી ક્વાર્ટરમાં રહેતી સુમન કટારીયા મૂળ વડગામના પાંચડા ગામની વતની છે. પરંતુ આજથી પાંચ વર્ષ પહેલાં સુમન ગણેશ વિસર્જન વખતે બાલારામ ગઈ હતી, જ્યાં તેને પ્લાસ્ટર ઓફ પેરિસના ગણેશ ભગવાનની મૂર્તિનું અપમાન અને પ્રદૂષણ ફેલાતાં જોયું. આ ઘટનાથી દ્રવી ઉઠેલી સુમને નક્કી કર્યું કે, કઈંક એવું કરવું છે કે, જેથી પ્રદૂષણમુક્ત તહેવાર ઉજવી શકાય અને ભગવાનનું આદર પણ સચવાય. આ બાબતને ગંભીરતાથી લઇ તેણે મૂર્તિઓ બનાવવાની શરૂ કરી અને જોત જોતામાં આજે તે પાંચ વર્ષમાં જ એક હજાર જેટલી માટીની મૂર્તિઓ બનાવવામાં સફળ રહી છે.
પાલનપુરમાં દીકરીએ ભગવાનની પ્રતિમાઓનું અનાદર રોકવા 5 વર્ષમાં બનાવી માટીની એક હજાર મૂર્તિઓ પાલનપુરમાં દીકરીએ ભગવાનની પ્રતિમાઓનું અનાદર રોકવા 5 વર્ષમાં બનાવી માટીની એક હજાર મૂર્તિઓ સુમન ચિત્રકળા અને મૂર્તિઓ બનાવવામાં બાળપણથી જ નિપુણ
કહેવાય છે કે, કલાકાર બનતો નથી પણ જન્મે છે. વ્યક્તિની અંદર જો કલાકાર છુપાયેલો હોય તો જ તેની પ્રતિભાને વધુ નિખારી શકાય છે. સુમનને બાળપણથી જ ચિત્રો અને વોલ પેઇન્ટિંગ દોરવાનો શોખ છે. પરંતુ મૂર્તિ અપમાનની ઘટના બાદ તેણે માટીની મૂર્તિઓ બનાવવાની શરૂ કરી સહુથી પહેલી મૂર્તિ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં બનાવી. ત્યારબાદ તમામ ભગવાનોની મૂર્તિ,વિવિધ પશુ,પક્ષી,દેવી,દેવતાઓ સહિત એક હજારથી પણ વધુ માટીની ઉત્તમ મૂર્તિઓ તૈયાર કરી છે. આજે તેની મૂર્તિઓ લોકો ખરીદી પ્રદૂષણમુક્ત તહેવારો ઉજવી રહ્યાં છે. સુમનને તેની આગવી પ્રતિભા બદલ શાળામાં અનેકવાર ખેલમહાકુંભ હેઠળ પુરસ્કારો પણ મળી ચુક્યા છે.
મહાનુભાવોની માટીની મૂર્તિ પાલનપુરમાં દીકરીએ ભગવાનની પ્રતિમાઓનું અનાદર રોકવા 5 વર્ષમાં બનાવી માટીની એક હજાર મૂર્તિઓ પાલનપુરમાં દીકરીએ ભગવાનની પ્રતિમાઓનું અનાદર રોકવા 5 વર્ષમાં બનાવી માટીની એક હજાર મૂર્તિઓ