ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરમાં યુવકને વીજળીના થાંભલા પર ચઢવું ભારે પડ્યું - માનસિક અસ્થિર

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરના ધાણધા-વાસણ રોડ નજીક અચાનક એક યુવક વીજળીના થાંભલા પર ચડી ગયો હતો. થાંભલામાં ચડ્યો તો ખરી પણ જોરદાર કરન્ટ લાગતા તેને ઘણી ઈજા પહોંચી હતી. આ યુવકને સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. યુવક માનસિક અસ્વસ્થ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.

પાલનપુરમાં યુવકને વીજળીના થાંભલાએ ચઢવું ભારે પડ્યું
પાલનપુરમાં યુવકને વીજળીના થાંભલાએ ચઢવું ભારે પડ્યું

By

Published : Feb 18, 2021, 2:32 PM IST

  • પાલનપુરના વાસણ-ધાણધા રોડની ઘટના
  • યુવક થાંભલા પર કરન્ટ લાગતાં નીચે પટકાયો
  • કરન્ટ શરીરના અનેક અંગોમાં ફેલાતાં ઈજા પહોંચી
  • યુવકને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયો
  • યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પ્રાથમિક અનુમાન

બનાસકાંઠાઃ આ અંગે મળતી માહિતી અનુસાર પાલનપુરના વાસણ-ધાણધા રોડ પરથી વાસણ ગામનો 34 વર્ષીય યુવક સેંધા મણાભાઈ યુવક ઘરેથી કોઈ કામ માટે નીકળ્યો હતો. તે દરમિયાન તેને વાસણ-ધાણધા રોડ પર ઉમરદશી બ્રિજ નજીક આવેલા વીજળીના થાંભલા પર ચડવાનું મન થયું એટલે ચડી ગયો.

થાંભલા સાથે મસ્તી કરવા જતા લાગ્યો કરન્ટ

યુવક થાંભલા પર ચડી તો ગયો, પરંતુ એવો તે કરન્ટ લાગ્યો કે હોસ્પિટલ ભેગો થઈ ગયો. કહેવાય છે ને કે વીજળીના સાધનો સાથે મસ્તી ન કરવી, પરંતુ આ યુવક આ વાત ભૂલી ગયો અને થાંભલા પર ચડી ગયો અને કરન્ટ લાગ્યો. યુવકને કરન્ટ લાગતા તેના શરીરના અનેક ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. 108 એમ્બુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી યુવકને હોસ્પિટલ લઈ ગઈ હતી. જોકે, આ યુવક માનસિક અસ્થિર હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details