ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા: પાલનપુરમાં 127 દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો - gujarat news

બનાસકાંઠાના પાલનપુરની ગુલાબપાર્ક સોસાયટીમાં રહેતાં 127 જેટલા અનુસૂચિત જાતિના લોકોએ આજે રવિવારે વિધિવત રીતે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. બૌદ્ધ ધર્મ સ્વીકારનારાઓએ જણાવ્યું હતું કે, તેઓએ સમાનતા અને સદભાવનાને જીવંત રાખવા સ્વેચ્છાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.

Adoption of Buddhism
Adoption of Buddhism

By

Published : Feb 7, 2021, 10:03 PM IST

  • પાલનપુરની ગુલાબ પાર્ક સોસાયટીમાં 127 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો
  • સમાજમાં સમાનતા અને સદભાવના સાચવવા ધર્મ પરિવર્તન
  • અનુસૂચિત જાતિના લોકો બુદ્ધ, ધમ્મ અને સંઘના શરણે
    127 દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

બનાસકાંઠા: અનુસૂચિત જાતિ સમાજના લોકો બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને પોતાના આદર્શ માને છે. તેથી જ બાબાસાહેબે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકોએ પણ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. સમાનતા, બંધુતા અને ભાઈચારાની ભાવના માટે જાણીતા બાબાસાહેબ પોતે પણ જન્મથી અનુસૂચિત જાતિના હતા. પરંતુ તે સમયે ચાલતી વર્ણવ્યવસ્થાને લીધે પ્રતિભાવાન હોવા છતાં તેઓને અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો. તેથી તેમણે 1945માં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. જે બાદ વખતો વખત અનુસૂચિત જાતિના લોકો પણ સદભાવના અને ભાઈચારા માટે બૌદ્ધ ધર્મ અપનાવતાં જોવા મળે છે.

127 દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

બૌદ્ધ ધર્મએ કોઈ ધર્મ નહિ પણ માનવતાનો એક સંદેશ

રવિવારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે બૌદ્ધ ધર્મ દીક્ષા સમારોહ- 2021 કાર્યક્રમમાં ગુલાબપાર્ક સોસાયટી દ્વારા 127 જેટલાં અનુસૂચિત જાતિના લોકોએ વિધિવત રીતે બૌદ્ધ ધર્મમાં પ્રવેશ મેળવ્યો હતો. ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમી અને બૌદ્ધ દીક્ષા સમિતિ બનાસકાંઠામાં યોજાયેલા આ દીક્ષા સમારોહમાં બૌદ્ધ ધર્મ અપનાવનાર સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, આ ધર્મએ કોઈ ધર્મ નહિ પણ માનવતાનો એક સંદેશ છે, જે અમે સમાનતા અને ભાઈચારાના ઉદ્દાત મૂલ્યોને જીવંત બનાવવા અપનાવ્યો છે.

127 દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

ABOUT THE AUTHOR

...view details