ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો થઈ રહ્યો છે; જાણો બનાસકાંઠામાં શું થશે? - Sarpanch of Deesa taluka

બનાસકાંઠામાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections in Gujarat ) પહેલા ડીસાના સૌથી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા(Deesa activists joined the Congress) છે. ભાજપના શાસનથી કંટાળી તમામ લોકો કોંગ્રેસમાં જોડાયા છે. જેમાં જગદીશ ઠાકોરના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો થઈ રહ્યો છે; જાણો બનાસકાંઠામાં શું થશે?
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટો થઈ રહ્યો છે; જાણો બનાસકાંઠામાં શું થશે?

By

Published : May 23, 2022, 8:53 PM IST

બનાસકાંઠા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી(Assembly elections in Gujarat) પહેલા ભાજપને ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે. ભાજપના શાસનથી કંટાળેલા સામાજિક કાર્યકર અને યુવા અગ્રણી નરસિંહ રબારી સહિત અનેક સરપંચો ડેલીગેટ અને માલધારી સમાજના અગ્રણીઓ સહિત 100થી પણ વધુ યુવાનો આજે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે.

ડીસાના સૌથી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા

ચૂંટણી પહેલા રણનીતિ તૈયાર -સમગ્ર ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ(Preparations for Gujarat Assembly elections) શરૂ કરી દીધી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કાર્યકર્તાઓ અપક્ષમાંથી બીજા પક્ષમાં જતા નજરે પડી રહ્યા છે. આગામી સમયમાં યોજાનાર ચૂંટણીને લઇ અત્યારથી જ તમામ પક્ષે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પહેલા ઠેરઠેર બેઠકોનો દોર શરૂ કર્યો છે. કાર્યકર્તાઓ પણ હાલમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ચૂંટણી પહેલા અને કાર્યકર્તાઓ પોતાના પક્ષમાંથી રાજીનામું આપી અન્ય પક્ષમાં જોડાઈ રહ્યા છે. કાર્યકર્તાઓની માંગણીઓ ન સંતોષાતા હાલ પોતાનો પક્ષ છોડી અન્ય પક્ષ તરફ દેખાઈ રહ્યા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા અને કાર્યકર્તાઓ પોતાના પક્ષ નારાજ થઈ અને સાથે જોડાઇ રહ્યા છે.

આ પણ વાંચો:પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપે કહ્યું વિસ્તારક યોજનાથી 75 લાખ લોકો સુધી પહોંચવાનું લક્ષ્યાંક

ભાજપ શાસનથી નારાજ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા -ભાજપના શાસનથી કંટાળેલા બનાસકાંઠા જિલ્લામાં માલધારી સમાજના(Banaskantha Maldhari Samaj ) યુવાનો અને અગ્રણીઓ આજે કોંગ્રેસના જોડાવા જઈ રહ્યા છે, ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી( Before the Assembly Elections) ગુજરાતમાં એક પછીએ એક પેપર કૌભાંડ બહાર આવ્યા, સરકાર સામે લડત ચલાવતા લોકો પર ખોટા કેસ થયા છે, મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિત અનેક સમસ્યાઓને કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં સામાજિક કાર્યકર અને રેલવે પોલીસની(Railway police ) નોકરી કરતા નરસિંહ રબારીએ પણ સ્વેચ્છાએ નોકરીમાંથી રાજીનામું આપી હવે કોંગ્રેસમાં જોડાઈને લોક સેવાનો માર્ગ અપનાવ્યો છે. તેમની સાથે ડીસા તાલુકાના સરપંચ(Sarpanch of Deesa taluka), ડેલીકેટ સહિત માલધારી સમાજના 100થી વધુ અગ્રણીઓ આજે મહેસાણા ખાતે યોજાનાર કોંગ્રેસની શિબિર માં ભાગ લેવા જઈ રહ્યા છે. જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ના હસ્તે ખેસ પહેરી કોંગ્રેસમાં જોડાશે અને ભાજપથી પીડાતા જિલ્લાના લોકોની સમસ્યાઓ હલ કરવાની નેમ સાથે જિલ્લાની તમામે તમામ સીટો પર કોંગ્રેસને વિજય બનાવવા માટે પણ તેઓએ કટિબદ્ધતા બતાવી હતી.

આ પણ વાંચો:Gujarat Assembly Election 2022: ભાજપ ચૂંટણી પહેલા કાર્યકર્તાઓને કરી રહ્યું છે સક્રિય

યુવાનો કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે -મહત્વની વાત એ છે કે અત્યાર સુધી માલધારી સમાજ એ ક્યાંકને ક્યાંક ભાજપ સાથે જોડાયેલો હતો પરંતુ હવે ડીસા તેમ જ બનાસકાંઠા જિલ્લાના માલધારી સમાજના યુવાનો અને અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાતા હવે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન વેઠવાનો વારો આવે તેઓ અત્યારની સ્થિતિ પરથી જણાઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details