ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશ સેવાની અનોખી સુવાસ, પાલનપુર મોટા ગામે દરેક ઘરમાં છે એક જવાન - Banaskantha

બનાસકાંઠા જિલ્લામાં એક એવું ગામ આવેલું છે કે, જે ગામના દરેક ઘરમાથી એક સભ્ય સૈનિક તરીકે દેશની સેવા આપી રહ્યો છે.આ ગામના પરિવારોએ અત્યાર સુધીમાં અસંખ્ય સપૂતો દેશ સેવા માટે અર્પણ કર્યા છે અને આ ગામની માટી જ દેશ સેવાની સુવાસ રેલાવી રહી છે. તો ક્યૂ ગામ છે તે જુઓ અમારા આ રિપોર્ટમાં

દેશ સેવાની અનોખી સુવાસ, પાલનપુર મોટા ગામે દરેક ઘરમાં છે એક જવાન
દેશ સેવાની અનોખી સુવાસ, પાલનપુર મોટા ગામે દરેક ઘરમાં છે એક જવાન

By

Published : Aug 15, 2021, 2:30 PM IST

  • બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા નું મોટા ગામ અનોખી કહાની
  • દેશની રક્ષા કરવા મોટા ગામમાં દરેક ઘરનો એક વ્યક્તિ આર્મી જવાન
  • આજે પણ દેશની રક્ષા કરવા મોટા ગામના 300 થી વધુ યુવાનો તૈયાર
  • નાનપણથી જ મોટા ગામના યુવાનો માં આર્મી માં જવાનું સ્વપ્ન
  • આજે પણ મોટા ગામના 500થી પણ વધુ જવાનો સરહદ પર તેનાત

બનાસકાંઠા: જિલ્લામાં આવેલા આ ગામનું નામ છે મોટા લગભગ 6000 લોકોની વસ્તી ધરાવતા આ ગામે અત્યાર સુધીમાં માં ભારતની રક્ષા માટે 350 જેટલા આર્મી અને પોલીસના જવાનો આપ્યા છે. આ ગામની માટીમાં જ એવી કસબ છે કે અહી ગામના બચ્ચે બચ્ચામાં દેશદાજ કુટી કુટીને ભરેલી છે. સામાન્ય રીતે કોઈ પણ ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તે ઉચ્ચ અધિકારી અથવા તો સારી નોકરી તરફ દોટ મુક્તા હોય છે પરંતુ બનાસકાંઠાના આ નાનકડા ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તેના જ પરિવારજનો બાળકને દેશ સેવા માટે મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. નાનપણથી જ ગામના બાળકો સૈનિક બનીને દેશ સેવા કરવાના સપના સેવતા હોય છે. આ ગામના લોકોમાં આવી અનોખી દેશદાઝ કેવી રીતે ઉત્પન્ન થઈ? અને કેમ આ ગામમાં બાળપણથી દેશ સેવા કરવાનું જનૂન છે? અને દેશસેવામાં જોડાવવા માટે યુવાનો કેટલી મહેનત કરી રહ્યા છે? શરૂઆત અમે એક શાળાથી કરી કે જ્યાં અભ્યાસ કરતાં બાળકને પૂછવામાં આવ્યું કે, શા માટે તે સેનામાં જોડાવવા માંગે છે, ત્યારે નાના બાળકોનો જે જવાબ હતો સહુ કોઈને ચોંકાવી નાંખે તેવો હતો.

દેશ સેવાની અનોખી સુવાસ, પાલનપુર મોટા ગામે દરેક ઘરમાં છે એક જવાન

આ પણ વાંચો:પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો, સેનાનો એક જવાન શહીદ

ગામના યુવાનો 5 કલાક આર્મીની તાલીમ લે છે

શાળામાં બાળકોની મુલાકાત કર્યા બાદ જેમ જેમ અમારી ટિમ ગામમાં પ્રવેશ કરતી ગઈ તેમ તેમ આ ગામના લોકોમાં પણ અલગ જ પ્રકારનો દેશપ્રેમ જોવા મળ્યો છે તે મોટા ગામની મધ્યમાં જ સૂરજદેવી માતાનું મંદિર આવેલું છે અને આ ચમત્કારિક મંદિરના દર્શન કરીને આ ગામના યુવાનો આર્મીની ટ્રેનીંગની શરૂઆત કરે છે. વહેલી સવારના યુવાનો આ મંદિર પર પહોંચે છે. માતાજીનાં દર્શન કર્યા બાદ મેદાનમાં જાય છે.અને મેદાનમાં પહોંચ્યા બાદ કલાકો સુધી પરસેવો પાડીને કસરત અને તાલીમ મેળવે છે.આ ગામના યુવાનો જે તાલીમ લઈ રહ્યા છે. તે તાલીમ ખૂબ જ મુશ્કેલ છે પરંતુ મનમાં મજબૂત ઈરાદા લઈને તાલીમ આપી રહેલા મોટા ગામના આ યુવાનો સેનામાં ભરતી થવા માટે ગમે તે હદ સુધી જવા તૈયાર છે અને તેના જ લીધે આ ગામના યુવાનો આ કઠોર તાલીમને પણ પાર કરી ચૂક્યા છે.

ગામના બાળકોથી માંડીને યુવાનોમે સેનામાં ભરતી થવાનો એક ક્રેઝ છે

મોટા ગામના બાળકોથી માંડીને યુવાનોમે સેનામાં ભરતી થવાનો એક ક્રેઝ છે અને આ ગામના લગભગ પ્રત્યેક ઘરમાથી એક એક જવાન સેનામાં ફરજ બજાવી રહ્યો છે.આ ગામના લોકોમાં સેનામાં જોડાવવાના જુનૂનને લઈ ગામનો જ એક યુવક કે જે અગાઉ પેરા કમાન્ડોમાં ફરજ બજાવી ચૂક્યો છે તે યુવકે પણ મોટા ગામની આ પરંપરાને જાળવી રાખવા માટે ગામમાં જ ટ્રેનીંગ સેન્ટરની શરૂઆત કરી છે.. અને મોટા ગામમાં સેનામાં જવા માટે યુવાનોને જે આકરી શારીરિક કસોટીઓ પર કરવી પડતી હોય છે તેની કઠોર તાલીમ આપી રહ્યા છે.. અને સામાન્ય બાળકોને પોલાદી જવાનનું રૂપ આપી રહ્યા છે.

ગામના દરેક બાળકો, યુવાનો, વૃધો દેશપ્રેમની અનોખી સેવા

જે ગામના બાળકો, યુવાનો અને વૃધ્ધોમાં દેશદાજ કુટી કુટીને ભરવામાં આવેલી હોય તે ગામ પર ગર્વ તો ચોક્કસ હોય.ત્યારે મોટા ગામની વાત કરીએ તો મોટા ગામમાં જે રીતે બાળકોથી માંડીને યુવાનો ભારત માતાની સેવા માટે જે તત્પરતા દર્શાવી રહ્યા છે તે અદભૂત છે. ત્યારે આ ગામના લોકો પણ ગામના લોકોની દેશદાજને લઈ ગૌરવ અનુભવી રહ્યા છે.અને આ ગામના લોકો જણાવી રહ્યા છે કે ગામના બાળકોને ડોક્ટર કે એન્જિનિયરના બદલે સેનામાં જવાનું વધારે પસંદ છે.

દેશ સેવાના મોટા ઈરાદા પણ ધરાવે છે

બનાસકાંઠા જિલ્લામાં આવેલું મોટા ગામ તેના નામ પ્રમાણે દેશ સેવાના મોટા ઈરાદા પણ ધરાવે છે અને આ ગામમાં જ્યારે પ્રવેશ કરીએ ત્યારે અહીના લોકોને જોતાં જ એક અલગ દેશદાજ ઉત્પન્ન થયાનો એહસાસ થાય છે.. ત્યારે મોટા ગામની ભૂમિ જે ભારત માતાના સપૂતોને પેદા કરે છે તેને લાખ લાખ વંદન કરવાનું મન થાય છે.

ABOUT THE AUTHOR

...view details