ડીસા: કોરોના વાઈરસને લઈને લોકડાઉન થતા સૌથી વધુ પરિસ્થિતિ કથળી હોય તો તે છે ગરીબ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની. આવા લોકોને પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે ડીસામાં શૈલેષભાઇ ઠક્કર ઉર્ફે ડ્રેસવાળા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખી સેવા માટે એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે . શૈલેષભાઇ પાસે ડ્રોન કેમેરા હતો જેનો ઉપયોગ તે ગરીબ ઝૂંપડપટ્ટી ના લોકોને ફૂડ પેકેટ આપવા માટે કરી રહ્યા છે. ડીસામાં આવેલ ઝૂંપડ પટ્ટી વિસ્તારમાં લોકોથી 20 ફૂટ દૂર ઉભા રહી ડ્રોનમાં કરિયાણાની ચીજવસ્તુઓ સાથે નાહવા ધોવાના સાબુ અને શેમ્પુ, બાળકો માટે બિસ્કિટ,મમરા,અને માસ્ક આપી રહ્યા છે.
ડીસામાં ડ્રોનથી ગરીબોને જીવન જરૂિયાતની વસ્તુઓનું કરાયુ વિતરણ - કોરોના ઇફોકટ
બનાસકાંઠાના ડીસામાં લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી સેવા કરવા માટે એક યુવક દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડ્રોનની મદદથી યુવાને ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને ફૂડ પેકેટ અને માસ્ક સહિતની ચીજવસ્તુઓ નું વિતરણ કર્યુ હતું.

ડીસામાં ડ્રોનથી ગરીબોને જીવનજરૂિયાતની વસ્તુઓનું કરાયુ વિતરણ
શૈલેષભાઇ એ જણાવ્યું હતું કે તેમની પાસે ડ્રોન છે. જેથી તેઓને વિચાર આવ્યો કે, આવા સોશિયલ ડિસ્ટન્સ રાખી લોકોને ચીજવસ્તુઓ આપવા માટે ડ્રોન ઉપયોગ સૌથી શ્રેષ્ટ વિકલ્પ છે.
સમગ્ર ગુજરાતમાં ડ્રોનથી ચીજવસ્તુઓ પહોંચાડવાની આ પ્રથમ ઘટના છે તેમજ દૂરી જાળવી રાખીને ગરીબ લોકોને જીવનજરૂરિયાતની વસ્તુ પહોંચડાવામાં આસાનીથી મદદ કરી શકાય છે.