ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં ઉત્તર પોલીસે ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો

બનાસકાંઠાના ડીસામાંથી ઉતરાણ પૂર્વે જ ચાઈનીઝ દોરી ભરેલી ગાડી પોલીસે ઝડપી પાડી છે. તેમજ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 7 વેપારીઓ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરતા અન્ય ચાઈનીઝ પતંગ દોરીનું વેચાણ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ડીસામાં ઉત્તર પોલીસે ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો
ડીસામાં ઉત્તર પોલીસે ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો

By

Published : Jan 9, 2021, 5:08 PM IST

  • ઉત્તરાયણના પર્વ પહેલા બનાસકાંઠા જિલ્લામાં ચાઈનીઝ દોરીનું વેચાણ
  • ડીસામાંથી ઉત્તરાયણ પર્વ પહેલા ચાઈનીઝ દોરી ઝડપાઈ
  • પોલીસે 3.90 લાખનો મુદ્દામાલ સહિત બે આરોપીની કરી અટકાયત
  • 6 વેપારીઓ સામે નોંધાઈ ફરિયાદ

બનાસકાંઠા : ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લોકો પતંગ દોરાની ખરીદી કરવા માટે અત્યારથી બજારોમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતીઓ માટે ઉત્તરાયણનો પર્વ લોકપ્રિય માનવામાં આવે છે. ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગુજરાતીઓ પોતાના ધાબા પર ડીજેના તાલે દોરી પતંગ ચગાવતા નજરે પડે છે. ત્યારે હવે ઉત્તરાયણ પર પતંગ રસિયાઓ અત્યારથી જ બજારોમાં દોરી અને પતંગની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.

ડીસામાં ઉત્તર પોલીસે ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપયો

ડીસામાંથી ઉત્તરાયણ પર્વ પહેલા ચાઈનીઝ દોરી ઝડપાઈ

સરકારે પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં પણ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ચાઈનીઝ પતંગ, દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. બનાસકાંઠાના ડીસામાં પણ છેલ્લા એક અઠવાડિયાથી ચાઇનીઝ દોરી, પતંગ વેચાણ થતું હોવાની માહિતી મળતા જ પોલીસ ખાનગી બાતમીના આધારે તપાસ કરી રહી હતી અને ડીસા ઉત્તર પોલીસ વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન ડીસા હાઇવે પરથી પસાર થઇ રહેલ શંકાસ્પદ સફેદ કલરની ગાડીને થોભાવી તલાશી કરતાં તેમાંથી ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાડીમાં ભરેલા 90 હજારના 1320 નંગ ચાઈનીઝ દોરીની ફીરકીનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સાથે જ ગાડી ચાલક પ્રભુજી સોલંકી અને અશોક ચૌહાણની પણ અટકાયત કરી હતી.

ડીસામાં ઉત્તર પોલીસે ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો

પોલીસે 3.90 લાખનો મુદ્દામાલ સહિત બે આરોપીની કરી અટકાયત

ડીસા ઉત્તર પોલીસે ગાડી અને ચાઇનીઝ દોરીના જથ્થા સહિત કુલ 3.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે બે આરોપીઓની અટકાયત કરી કુલ સાત વેપારીઓ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉતરાણ પૂર્વે જે ડીસામાંથી પોલીસે જંગી માત્રામાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડતા અન્ય ચાઇનીઝ દોરી પતંગ દોરીનું વેચાણ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ડીસામાં ઉત્તર પોલીસે ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો

આરોપીઓના નામ

  • માલ ભરાવનાર

( 1) પ્રવિનકુમાર સેવકરામ ઠક્કર રહે.ડીસા

  • મુદ્દામાલ મગાવનાર

(1)ચન્દ્રકાન્ત જંકાર રહે.થરા

(2)દીક્ષિતભાઈ રહે.થરા

(3)ટીનાભાઈ રહે.થરા

(4)રાજુભાઇ રહે.થરા.

(5)પ્રભુજી ગજાજી સોલંકી રહે.થરા ડ્રાઇવર

(6)અશોકકુમાર મોહનજી ચૌહાણ રહે.થરા

ABOUT THE AUTHOR

...view details