બનાસકાંઠાઃ કોરોનાના કહેર વચ્ચે સામાન્ય માણસની સાથે-સાથે પશુઓની હાલત પણ કફોડી બની રહી છે. અત્યારે ગુજરાતમાં આવેલા 800 જેટલા પાંજરાપોળ અને ગૌશાળામાં ચાર લાખ પશુઓ છે. જે સરકાર અને દાનવીરોના સહયોગથી જીવી રહ્યા છે. સંચાલકો દ્વારા દાન એકઠું કરી પશુઓને નિર્ભર કરી રહ્યા છે.
સતત ત્રીજું લોકડાઉન આવતા માનવ જીવનને તકલીફ ઊભી થતાં દાનવીરો માનવ સેવામાં લાગ્યા છે. જેથી પાંજરાપોળ અને ગૌશાળામાં દાનની આવક ઘટના લાગી છે. જેના કારણે પશુઓને કઈ રીતે બચાવવા તે પ્રશ્ન ઉભો થયો છે. જેથી પાંજરાપોળના સંચાલક ભરતભાઇ કોઠારીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી ગુજરાતના પાંજરાપોળમાં રહેતા ચાર લાખ પશુઓને પશુ દીઠ રોજે રૂપિયા 50ની સહાયની માગ કરી છે.