બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. તેવામાં બનાસકાંઠા જિલ્લામાં પણ 14 તાલુકાઓમાં સરેરાશ 3 થી 5 ઇંચ જેટલો વરસાદ થયો છે. 5 ઇંચ જેટલો વરસાદ થતાં જ સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ ગઈ છે અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે ખેતરો પણ પાણી ભરાતા બેટમાં ફેરવાઈ ગયા છે.
બનાસકાંઠામાં વરસાદી પાણીથી ખેતરો બેટમાં, ખેડુતોને લાખોનું નુકશાન - ખેડૂતો
બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘો મન મુકીને વરસી રહ્યો છે અને જિલ્લામાં સરેરાશ 3 થી 5 ઇંચ જેટલો વરસાદ થતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે. જયારે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓમાં ખુશી પણ જોવા મળી રહી છે.
મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને ક્યાંક નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે. ડીસા તાલુકાના માલગઢ ગામમાં પણ મોટાભાગના ખેતરોમાં દોઢથી બે ફૂટ જેટલું પાણી ભરાતા કેટલાક ખેડૂતોને મોટું નુકસાન થયું છે. એક તરફ ગત વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ હતી. ત્યારે, નુકશાન થયું અને આ વર્ષે ભારે વરસાદ થતાં પણ ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે.
જયારે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓમાં ખુશી પણ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકથી પડી રહેલા ઝરમર વરસાદના કારણે લોકોએ લાંબા સમયે ગરમીનો અનુભવ કર્યા બાદ ઠંડકની મજા માણી હતી. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોને પોતાના પાક જીવિત રહેવા પર આશા બંધાઈ છે. આ તરફ છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરે રહેલા વેપારીઓ પણ જિલ્લામાં સારા વરસાદથી ખુશ જોવા મળ્યા હતા.