બનાસકાંઠા:રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાતની તમામ ગૌશાળા અને પાંજરાપોળમાં(Gaushala and Panjrapol of Gujarat) કરોડો રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી એકપણ ગૌશાળા અને પાંજરાપોળમાં સરકાર દ્વારા સહાય ન આપતા હવે જિલ્લામાં ફરી એકવાર આંદોલન થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
સરકારે 500 કરોડ સહાય ન આપતા બનાસકાંઠામાં ફરી એકવાર ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો આંદોલન કરશે... મોંઘવારીના કારણે ઘાસચારામાં પણ ભાવ ડબલ થવા પામ્યા - બનાસકાંઠા જિલ્લામાં આવેલ 170 વધુ ગૌશાળા તેમજ પાંજરાપોળમાં 80 હજાર જેટલા પશુઓ આશ્રય લઈ રહ્યા છે. જે દાતા દ્વારા આવતા દાન પર નિર્ભર છે પરંતુ કોરોનાકાળમાં દાંતા દ્વારા આવતું દાન માનવ સેવા તરફ જતા ગૌશાળા પાંજરાપોળમાં દાનની આવક ઘટી હતી. દિવસે ને દિવસે વધતી મોંઘવારીના કારણે ઘાસચારામાં પણ ભાવ ડબલ(Price of Fodder Double ) થવા પામ્યા છે. સરકારે તાજેતરમાં બજેટમાં(Gujarat Budget 2022 ) ગુજરાતની તમામ પાંજરાપોળ તેમજ ગૌશાળામાં સહાયની જાહેરાત કરતા જે થોડું ઘણું દાતા દ્વારા આવતું દાન પણ બંધ થવા લાગ્યું છે. જેથી ગૌશાળા પાંજરાપોળમાં આશ્રય લઈ રહેલા અબોલ પશુઓની હાલ કફોડી બનવા પામી છે.
આ પણ વાંચો:ભાવનગરમાં અબોલની સેવા : વાહ ભાઈ વાહ, અહીં ગરમીમાં રાહત માણતાં પશુપંખીઓ કરી રહ્યાં છે મોજ
જિલ્લાની 170 ગૌશાળામાં આંદોલનના એંધાણ - ગૌશાળા તેમજ પાંજરાપોળ માટે સરકારે 500 કરોડ સહાયની(Gaushala Provision in Budget) જાહેરાત કરી તેના માટે ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકો(Managers of Gaushala and Panjrapol) દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાં સરકારે કરેલ 500 કરોડ સહાયની જાહેરાત બાદ સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરી નથી. જેથી ગૌશાળા પાંજરાપોળ ના સંચાલકોએ બનાસકાંઠામાં ફરી એકવાર ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર પશુધન માટે આંદોલન થશે ગુજરાતમાં ગૌશાળા અને પાંજરાપોળમાં હાલત કફોડી - ગુજરાતમાં 1500 કરતા વધુ ગૌશાળા પાંજરાપોળ આવેલ છે અને જેમાં અંદાજીત 4.5 લાખ ગૌવંશ સહિતના અબોલજીવો આશ્રિત છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં 170 કરતા વધુ ગૌશાળા પાંજરાપોળમાં 80 હજાર જેટલા પશુઓ આશ્રિત છે. 1 પશુનો રોજનો નિભાવ ખર્ચ અંદાજે રૂપિયા 60 થી 70નો થાય છે. કોરોના કાળમાં ગૌશાળા તેમજ પાંજરાપોળમાં દાતા દ્વારા અપાતું દાન માનવ સેવા તરફ વળ્યું હતું. જેના કારણે પશુઓની હાલત દયનીય બની હતી. જે બાદ સરકારે આ પશુઓને નિભાવવા માટે સહાયની જાહેરાત કરી હતી. જે બાદ સહાય બંધ થતા ફરી પશુઓની હાલત દિવસે દિવસે કફોડી થવા લાગી હતી. જે થોડા ઘણો દાતા દ્વારા આવતું જેનાથી પશુઓને નિભાવવામાં આવી રહ્યા હતા. ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ(Administrators of Gaushala and Panjrapol) સરકાર પાસે આ અબોલ જીવોને નિભાવ માટે સહાયની જાહેરાત કરી હતી.
સરકારે 500 કરોડ સહાયની જાહેરાત બાદ કોઈજ કાર્યવાહી કરી નથી સરકારે 500 કરોડ સહાયની જાહેરાત બાદ કોઈ જ કાર્યવાહી કરી નથી -સરકાર દ્વારા હાલ તાજેતરમાં યોજાયેલા બજેટમાં સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની પાંજરાપોળ ગૌશાળાને 500 કરોડની સહાયની જાહેરાત કરી હતી આ જાહેરાત કર્યા બાદ ગૌશાળા પાંજરાપોળ દાતા દ્વારા અપાતું થોડું ઘણું દાન પણ આ સહાયની જાહેરાત બાદ બંધ થવા લાગ્યું છે. જેના કારણે હાલ પશુઓને નિભાવવા મુશ્કેલ બની રહ્યા છે. સરકાર દ્વારા કરેલી આ જાહેરાત બાદ તમામ ગુજરાતની ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ અનેક વાર રજૂઆત કરવામાં આવી છે.
સરકાર દ્વારા સહાય નહીં અપાય તો ઉગ્ર આંદોલન થશે -સરકાર દ્વારા કોઈ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. વર્તમાન સમયમાં મોંઘવાની અસરથી ઘાસચારાના ભાવ પણ બમણા થઈ ગયા છે. જેથી પશુઓને બામણાથી મળેલા ઘાસચારાને કેવી રીતે પશુઓને નિભાવવા તે પણ ગૌ શાળા તેમજ પાંજરાપોળના સંચાલકોમાં સવાલ ઉભા થયા છે. ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકો જણાવી રહ્યા છે કે સરકાર તરફથી જાહેરાત બાદ ફક્ત ખાલી વાયદાઓ જ આપ્યા છે.
આ પણ વાંચો:Gaumata Poshan Yojana: યોજના તો બને છે એક પણ રૂપિયો નથી મળતો, જૂનાગઢના ગૌશાળા સંચાલકોનો આક્રોશ
આજે પાલનપુર જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી -હજી સુધી બજેટમાં કરેલી જાહેરાતનું એક રૂપિયો પણ ગૌશાળા તેમજ પાંજરાપોળને આપ્યો નથી. જેના કારણે હાલ પશુઓની હાલત કફોડી થઈ રહી છે. છેલ્લા ત્રણ માસની બાકી આર્થિક સહાય પણ તાત્કાલિક સંસ્થાઓને ચૂકવવા આવે તેમજ જાહેરાત કરેલી સહાય પણ 7 દિવસમાં ચૂકવણી કરવામાં આવે. તેવી આજે પાલનપુર જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જો સાત દિવસમાં સરકાર દ્વારા સહાય નહીં આપવામાં આવે તો પશુઓને સરકારી કચેરીઓ નજીક છોડી મુકે તેવી બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોએ ચીમકી ઉચ્ચારી છે.