ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં પુખ્ત વયના 16 લાખથી વધુ લોકોને બે મહિનામાં જ રસી અપાશે - CORONA UPDATE

બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તંત્ર પૂરતા પ્રયાસો કરી રહ્યું છે. સાથે બનાસકાંઠા જિલ્લામાં 18 વર્ષથી ઉપરના 16 લાખથી વધુ લોકોને બે મહિનામાં જ રસીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવાના નિર્ણય સાથે આરોગ્ય વિભાગે માઈક્રો પ્લાનિંગ કરી દીધું છે.

બનાસકાંઠામાં 18 વર્ષથી ઉપરના 16 લાખથી વધુ લોકોને બે મહિનામાં જ રસી આપવામાં આવશે
બનાસકાંઠામાં 18 વર્ષથી ઉપરના 16 લાખથી વધુ લોકોને બે મહિનામાં જ રસી આપવામાં આવશે

By

Published : Apr 24, 2021, 7:30 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના વાઇરસના કેસ અટકાવવા તંત્ર મેદાનમાં
  • આગામી 1લી મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવાની શરૂઆત થશે
  • લોકો વધુમાં વધુ વેક્સિન લઈ કોરોના મુક્ત થાય તેવી અપીલ

બનાસકાંઠાઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે, રોજે-રોજ અનેક લોકો કોરોનાના ભરડામાં હોમાઈ રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ અત્યારે કોરોના મહામારીથી બચાવવા માટે આરોગ્યની સુવિધાઓ તો વધારી જ રહ્યું છે, સાથે આગામી બે મહિનાની અંદર રસીકરણની પ્રક્રિયા પણ પૂર્ણ કરી કોરોનાને કાયમી તિલાંજલિ આપવા માટેની દિશામાં આગળ વધી રહ્યું છે. જે અંતર્ગત શનિવારે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ પણ ડીસામાં આવેલા રસીકરણ કેન્દ્રની રૂબરૂ મૂલાકાત લીધી હતી અને આરોગ્ય કામગીરીની સમીક્ષા કરી હતી. જે પ્રમાણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેને અટકાવવા માટે તમામ લોકોએ ફરજિયાત વેક્સિન લેવી જરૂરી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લોકો વધુમાં વધુ કોરોના વેક્સિન લે તે માટે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ અપીલ કરી હતી.

બનાસકાંઠામાં 18 વર્ષથી ઉપરના 16 લાખથી વધુ લોકોને બે મહિનામાં જ રસી આપવામાં આવશે

આ પણ વાંચોઃમહેસાણા જિલ્લામાં વધુ 5 સેન્ટરો પર કોરોના રસીકરણની કામગીરી શરૂ કરાઇ

બનાસકાંઠા જિલ્લામાં પણ 16 લાખથી વધુ લોકો 18 વર્ષથી ઉપરના છે

હાલમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ જેવી પરિસ્થિતિ છે, રોજ મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે આ મહામારીને અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં 1લી મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવાની શરૂઆત થશે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ 16 લાખથી વધુ લોકો 18 વર્ષથી ઉપરના છે. તે તમામ લોકોને સહેલાઈથી રસી આપી શકાય, તે માટે આરોગ્ય વિભાગના એક હજાર જેટલા કર્મચારીઓ 500 જેટલા રસીકરણ બુથ પર લોકોને રસી આપશે. આમ એક બૂથ પર રોજના 100 લોકોને રસી આપવામાં આવે, તો 500 બૂથ પર રોજના 50 હજાર લોકોને રસી આપી શકાય. આ રસીકરણનો પ્રોગ્રામ બે મહિનામાં પૂર્ણ કરી શકાય તે માટેનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

બનાસકાંઠામાં 18 વર્ષથી ઉપરના 16 લાખથી વધુ લોકોને બે મહિનામાં જ રસી આપવામાં આવશે

ગુજરાત સરકાર દ્વારા તમામ લોકોને ફરજિયાત વેક્સિન આપવાનો નિર્ણય કરાયો

હાલમાં સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાઇરસ બેકાબૂ થયો છે. જેના કારણે રોજ હજારોની સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. સતત વધી રહેલા કોરોના વાઇરસના કેસના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ માહોલ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા તમામ લોકોને ફરજિયાત વેક્સિન આપવાનો નિર્ણય કરાયો છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં હજારોની સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને અનેક લોકો કોરોના વાઇરસની મહામારીમાં મોતને પણ ભેટ્યા છે. ત્યારે આ પરિસ્થિતિથી બચવા માટે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં તમામ લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરી છે.

બનાસકાંઠામાં 18 વર્ષથી ઉપરના 16 લાખથી વધુ લોકોને બે મહિનામાં જ રસી આપવામાં આવશે

આ પણ વાંચોઃમહેસાણામાં નવી 10 જગ્યાએ કોરોના ટેસ્ટિંગ અને રસીકરણની કામગીરી યોજાઈ

ડીસાના વેપારીઓ વેક્સિન અને કોરોના રિપોર્ટ કરાવતા જોવા મળ્યા

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા અગાઉ પણ ધંધા-રોજગાર સાથે જોડાયેલા તમામ લોકોને ફરજિયાત વેક્સિન અને પોતાનો રિપોર્ટ નેગેટિવ હશે તે લોકોને જ દુકાનો ખોલવા દેવામાં આવશે તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. જેને લઇ શનિવારે મોટી સંખ્યામાં હતા. ત્યારે હજુ પણ આગામી સમયમાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે તેવી પરિસ્થિતિ છે, ત્યારે તેને અટકાવવા માટે લોકો ફરજિયાત વેક્સિન લે તેવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઇ છે.

ABOUT THE AUTHOR

...view details