- બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગ દ્વારા કરોડોની ખનીજ ચોરી ઝડપવા માટે ડ્રોનનો ઉપયોગ શરૂ
- બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં રેતીનું ગેરકાયદેસર વેચાણ
- બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં રેતીનું ગેરકાયદેસર વેચાણ
બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભૂ-માફિયાઓ પૈસા કમાવવાની લ્હાયમાં બનાસ નદીમાંથી મોટા પ્રમાણમાં રેતી વેચી રહ્યા છે. ભૂમાફિયાઓ રાત્રિના સમયે મોટા પ્રમાણમાં રોયલ્ટી વગર બારોબાર રેતીનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે. બનાસ નદીમાં રહેલી રેતી ચણતર માટે સૌથી સારી હોવાના કારણે રોજેરોજ મોટા પ્રમાણમાં બનાસકાંઠા જિલ્લામાંથી ટ્રકો મારફતે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓ તેમજ બહારના જિલ્લાઓમાં વેચાણ કરવામાં આવે છે. ત્યારે આ બાબતે ગેરકાયદેસર રીતે રેતીનું વેચાણ થતી હોવાની વારંવાર ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગ દ્વારા વારંવાર ગેરકાયદેસર રેતી ભરીને હેરાફેરી કરતા ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રૂપિયા 70 કરોડની રોયલ્ટી આવક સાથે બનાસકાંઠાના ઇતિહાસની સૌથી વધુ આવક મેળવી
ગુજરાતમાં સૌથી વધુ લીઝ કચ્છ અને બનાસકાંઠામાં આવેલી છે. જેમાં બનાસકાંઠામાં ખાસ કરીને રેતી અને બિલ્ડીંગ મટીરીયલ, માર્બલ સહિત 462 લીઝ સરકારે મંજૂર કરેલી છે અને વર્ષોથી સરકારની રોયલ્ટી ભરીને લીઝ ધારકો ખનીજનું ખોદકામ કરે છે, પરંતુ બનાસકાંઠામાં ખનીજ ચોરી થતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે. ત્યારે બે વર્ષ અગાઉ બનાસકાંઠામાં સરકારના વિશ્વાસુ ગણાતા ભૂસ્તર અધિકારી તરીકે સુભાષ જોશીને મુકવામાં આવ્યા હતા. તેમના આવ્યા બાદ ભુમાફિયાઓને ઝડપવા રાતદિન એક કરીને ખનીજ ચોરી ઝડપવા સાથે સરકારની આવક વધારવા માટેના પ્રયત્નો શરૂ કરતાં પ્રથમ વર્ષે જ રૂપિયા 70 કરોડ રોયલ્ટી આવક સાથે બનાસકાંઠાના ઇતિહાસની સૌથી વધુ આવક મેળવી હતી.