- બનાસકાંઠાના દાંતા તાલુકામાં તાલુકા પંચાયતની 2 બેઠકો પર કોંગ્રેસની જીત
- દાંતા મામલતદાર કચેરી બંને બેઠકોની મતગણતરી યોજવામાં આવી
- કોંગ્રેસની ઓફિસમાં સવારે સન્નાટો જોવા મળ્યો હતો
બનાસકાંઠાઃ જિલ્લામાં દાંતા મામલતદાર કચેરીમાં બંને બેઠકોની મતગણતરી યોજવામાં આવી હતી. આ તબક્કે સવારે કચેરીમાં સન્નાટો જોવા મળ્યો હતો. ઉમેદવાર સુધા મોડા પહોંચ્યા હતા અને મોડે ગણતરી શરૂ થઈ હતી, જેમાં વર્ષોથી જે બેઠક કોંગ્રેસ પાસે હતી. તે ફરી કબજે કરી હતી. જોકે, આ પ્રસંગે જીત થતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઓફિસે મીઠાઈ વહેંચવાની શરૂઆત કરી હતી.
કોંગ્રેસની ઓફિસમાં સવારે સન્નાટો જોવા મળ્યો હતો વર્ષોથી જે બેઠક કોંગ્રેસ પાસે હતી, તે ફરી કબજે કરી
કુંભારિયા અને જીતપુર બંને બેઠક ઉપર કોગ્રેસના ઉમેદવારો વિજેતા થતા તેમને વિજય સરઘસ પણ કાઢ્યું હતું. આ વખતે આમ આદમી પાર્ટીએ પોતાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેને હાર મળી હતી. એટલું જ નહીં જીતેલા ઉમેદવારે ભલે એક વર્ષ મળી હોય. તેને લઈ પોતે વિકાસના કામ કરવાની પણ ખાતરી આપી હતી. જોકે, આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યાં તાલુકા ચૂંટણી અધિકારી તેમ જ મામલતદારે જીતેલાના બંને ઉમેદવારનાં નામ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો-નવા મુખ્યપ્રધાન અને નવા પ્રધાનમંડળને ગાંધીનગરની જનતાએ સ્વીકારીને ખોબલેખોબલે મત આપ્યા
આ પણ વાંચો-ગાંધીનગરમાં ભાજપનો વિજય, પરંતુ 25 વર્ષથી રહેલા ગઢમાં ગાબડુ, જાણો ગુજરાતના તમામ કોર્પોરેશનની સ્થિતિ