બનાસકાંઠાઃ સમગ્ર ભારતભરમાં કોરોના વાઈરસની મહામારીને ધ્યાને લઈ દેશના વડાપ્રધાન દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દરેક લોકોને 50 દિવસ ઉપરાંતના લોકડાઉનના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે. આવા સમયે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમામ લોકોને પોતાનું જીવન નિર્વાહ ચાલે તે માટે રાહત પેકેજ માટે સહાય આપવામાં આવી છે. ત્યારે લોકડાઉન દરમિયાન લગ્નપ્રસંગ ઉપરાંત અન્ય ધાર્મિક કાર્યક્રમો રદ થતા બાહ્મણોના ધંધા રોજગાર બંધ થઈ જતા તેમની હાલત કફોડી બની ગઈ છે. જેને લઈને ધંધા સાથે સંકળયેલા બાહ્મણ સમાજને રાહત પેકેજ આપવાની માગ કરાઈ છે.
બનાસકાંઠામાં કર્મકાંડ કરતા ભૂદેવોએ પોતાની માગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું - કોરોના વાઈરસની મહામારી બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં કર્મકાંડ કરતા ભુદેવો અને પૂજારીઓમાં પણ કોરોના વાઈરસની અસર જોવા મળી છે, ત્યારે હાલમાં પોતાના પરિવારનું ગુજરાન ચાલી રહી તે માટે સરકારને રાહત પેકેજ આપવાની માગ સાથે બાહ્મણોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
![બનાસકાંઠામાં કર્મકાંડ કરતા ભૂદેવોએ પોતાની માગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું Bhudevo submitted an application to Collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7368818-333-7368818-1590578590283.jpg)
હાલમાં કોરોના વાઈરસની મહામારીને ધ્યાને લઈ મંદિરો પણ બંધ રહેતા જિલ્લાના કર્મકાંડી બાહ્મણો અને પૂજારીઓને સરકાર દ્વારા રાહત પેકેજ તેમજ સરકારી ગાઇડલાઇનનું પાલન કરી મંદિરો ખોલવાની મંજૂરી આપવાની માંગ કરાઈ છે. જે સંદર્ભે બુધવારના રોજ શાસ્ત્રી હિરેનકુમાર તેમજ સમગ્ર જિલ્લાના કર્મકાંડી ભૂદેવો અને પૂજારીઓએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જયારે કર્મકાંડી ભૂદેવો અને પૂજારીઓ સહીત ડીસા ધારાસભ્ય શશીકાંત પંડયાને પણ રજૂઆત કરાઈ છે. આગામી સમયમાં સરકાર તાત્કાલિક ધોરણે સહાય જાહેર કરે તેવી માગ કરવામાં આવી છે.