ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાઃ માડકા ગામના ખેડૂતે 18 એકર જુવારનો પાક ગાયોને ચરામણમાં આપ્યો - Banaskantha farmer

વાવ તાલુકાના માડકા ગામના સ્વ.ભાવેશદાન ગઢવીનું 2 વર્ષ અગાઉ અકસ્માતમાં મોત થતાં તેમના સ્મરણાર્થ તેમના પિતાજી ગણેશજીએ પોતાના 18 એકર વાવેતર કરેલા જુવારનો પાક ગાયોને અર્પણ કરતાં માઇશ્વર ગૌશાળાની 200થી વધુ ગાયો ઉભા પાકમાં ચરામણમાં આપી લાખો રૂપિયાની કિંમતનો ઘાસચારો ગાયોને આપતા સંચાલકો તેમજ ગ્રામજનોમાં આનંદ છવાયો હતો.

banaskantha
18 એકર જુવારનો પાક ગાયોને ચરામણમાં આપ્યો

By

Published : Oct 11, 2020, 9:51 AM IST

પાલનપુર: વાવ તાલુકાના માડકા ગામના સ્વ.ભાવેશદાન ગઢવીનું બે વર્ષ અગાઉ અકસ્માતમાં કરૂણ મોત થતાં તેમના પિતાજીએ તેમનાં સ્મરણાર્થ 18 એકર જુવારનો પાક ગાયોને ચરામણ કરવા આપી દીધો હતો. જોકે કોરોનાની મહામારીમાં ગૌશાળાઓને દાનની આવક ઘટી જતા ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી. જ્યારે પણ ઘાસચારાની ઘટ હોવાની જાણ સરહદી વાવ અને સૂઇગામ તાલુકાના ખેડૂતો તેમજ પશુપાલકોને થતાં દાન કરવા તત્પર રહ્યા છે.

કોરોના મહામારીમા પણ પંથકમાંથી ઘાસચારો ગૌશાળાઓમાં અગાઉ પહોંચાડવામાં આવ્યો હતો, ત્યારે માડકા ગામના ગણેશદાન ગઢવીએ તેમના સ્વ.પુત્ર ભાવેશદાનજીના સ્મરણાર્થ 18 એકરમાં વાવેતર કરેલ જુવારનો પાક ગાયોના હવાલે કર્યો હતો. ગાયોને ઘાસચારો મળી રહે તેમજ અન્ય દાતાઓને પ્રેરણા મળે તેવું કાર્ય કરતા ગામમાં અનેરો આનંદ છવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details