- બનાસકાંઠાના 7900 ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના બંધ કરાઈ
- બનાસકાંઠાના 4 લાખથી વધુ ખેડૂતોએ આ સહાયનો લાભ મેળવ્યો
- તમામ ખેડૂતો ઈન્કમ ટેક્સ ભરતા હોવાથી તેમને આ યોજના મળવાપાત્ર નથી
- સરકારે વર્ષ 2019થી પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરી હતી
તમામ ખેડૂતો ઈન્કમ ટેક્સ ભરતા હોવાથી તેમને આ યોજના મળવાપાત્ર નથી
બનાસકાંઠાઃ સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ બનવા વર્ષ 2019માં શરૂ કરાયેલી પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લાના 4 લાખથી વધુ ખેડૂતોએ આ સહાયનો લાભ મેળવ્યો છે, પરંતુ હવે આ સહાયમાં નિયમોનુસાર ઈન્કમ ટેક્સ ભરતા ખેડૂતોની સહાય બંધ કરી દેવામાં આવી છે. તેમણે અગાઉ આ યોજના અંતર્ગત સહાયનો લાભ લીધો છે તે પણ પરત ખેંચવાનો નિર્ણય કરાતા બનાસકાંઠાના 7900 જેટલા ખેડૂતોની આ સહાય બંધ થઈ જશે. આ અંગે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને ખેડૂતો સરકાર દ્વારા આ સહાય પરત ખેંચવાનો નિર્ણય મોકૂફ રખાય તેવી માગ કરી રહ્યા છે.
બનાસકાંઠામાં ઇન્કમ ટેક્સ ભરતા 8 હજાર ખેડૂતોએ PM કિસાન યોજનાના પૈસા પરત આપવા પડશે ઈન્કમ ટેક્સ ભરતા 7900 ખેડૂતોના ખાતા બંધ કર્યા
પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂત ખાતેદારોના બેન્ક એકાઉન્ટમાં બે હજાર લેખે ત્રણ તબક્કામાં વાર્ષિક 6 હજારની સહાય ચૂકવવામાં આવે છે. આમાં બનાસકાંઠાના 4 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને વાર્ષિક રૂપિયા 24 કરોડથી વધુની રકમની સહાય ખેડૂતોને અપાઈ રહી છે. જો કે, સરકાર દ્વારા નિયમોનુસાર ઈન્કમ ટેક્સ ભરતા ખેડૂતો માટે આ સહાય બંધ કરી દેવાતા બનાસકાંઠાના 7,900 જેટલા ઈન્કમ ટેક્સ ભરતા ખેડૂતોની સહાય બંધ થઈ જશે અને તેમણે મેળવેલી રકમ પણ પરત જમા લઈ લેવાશે. જો કે, સરકારે હજી સુધી આ મામલે કોઈજ ખેડૂતોને નોટિસ આપી નથી, પરંતુ સહાયની રકમ ચોક્કસ પરત લેવાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.
બનાસકાંઠામાં ઇન્કમ ટેક્સ ભરતા 8 હજાર ખેડૂતોએ PM કિસાન યોજનાના પૈસા પરત આપવા પડશે જે ખેડૂતે સહાય લીધી છે તેમણે પરત આપવી પડશે
ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર, આ નિયમ જ્યારથી સહાયની યોજના બહાર પડાઈ ત્યારથી બનાવવામાં આવ્યો છે. જેથી ઇન્કમ ટેક્સ ભરનારા જે ખેડૂતોએ આ સહાયનો લાભ લીધો છે. તે તમામની સહાય સ્ટોપ કરીને જે લાભ લીધો છે તે પરત લેવાશે.