ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં સરકારની ગાઈડલાઈન મુજબ 800 લોકોને વતન મોકલાયા - ગુજરાતમાં ફસાયેલા 800 લોકો વતન પહોંચ્યા

બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનના કારણે ફસાયેલા રાજસ્થાન સહિત અનેક રાજ્યોના લોકોને આજે તેમના માદરે વતન મોકલવામાં આવ્યા છે. સરકારની ગાઈડલાઈન મુજબ આ તમામ લોકોની આરોગ્યની તપાસ કરી ,સ્ક્રિનિંગ કરી રાજસ્થાન સરકારને સોંપ્યા હતા.

બનાસકાંઠા
બનાસકાંઠા

By

Published : Apr 27, 2020, 6:23 PM IST

બનાસકાંઠા: વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશને લોકડાઉન કરી દેવાયો છે. સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત થતા જ દરેક રાજ્યમાં રહેતા પરપ્રાંતીય લોકો પોતાના માદરે વતન જવા માટે નીકળી પડ્યા હતા. ત્યારે ગુજરાતમાં પણ અલગ-અલગ વિસ્તારમાં રહેતા રાજસ્થાની લોકો પોતાના વતન તરફ જવા માટે નીકળ્યા હતા પરંતુ અમીરગઢ બોર્ડર પર રાજ્યની બોર્ડર સિલ હોવાના કારણે આ તમામ લોકો ત્યાં ફસાઈ ગયા હતા.

બનાસકાંઠામાં સરકારની ગાઈડલાઈન મુજબ 800 લોકોને વતન મોકલાયા

આવા રાજસ્થાનના અલગ અલગ વિસ્તારના 800 લોકોને અમીરગઢ બોર્ડર પર જ પકડી કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. ત્યારે બે દિવસ અગાઉ જ બનાસકાંઠા અને સિરોહી જિલ્લાના અધિકારીઓએ બેઠક કરી આવા લોકોને તેમના વતન મોકલવા માટેનો પ્લાન તૈયાર કર્યો હતો જે મુજબ આજે અમીરગઢથી અલગ-અલગ 100 બસોમાં આ 800 લોકોને તેમના વતન મોકલવામાં આવ્યા હતા.

બનાસકાંઠામાં સરકારની ગાઈડલાઈન મુજબ 800 લોકોને વતન મોકલાયા

અમીરગઢ પોલીસે આ તમામ લોકોના આરોગ્ય તપાસ કરી સ્ક્રીનિંગ કરી ,સોશ્યલ ડિસ્ટન્સ સાથે બસમાં બેસાડીને રાજસ્થાન સરકારને સોંપ્યા હતા. એક મહિના બાદ કોરોન્ટાઇન માંથી મુક્તિ મેળવી પોતાના વતન જતા લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.લોકડાઉનના કારણે પોતાના વતન તરફ જવા નીકળેલા અનેક લોકો બોર્ડર પર ફસાઈ જતા સરકારે કોરોન્ટાઇન કરાયા હતા અને એક મહિના સુધી કોરોન્ટાઇનમાં રહ્યા બાદ આજે તેમના ઘરે જતા લોકોના ચહેરા ફરી ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details