- બનાસકાંઠા જિલ્લામાં એક સાથે 45 કેન્દ્ર પર કોરોનાની રસી અપાઈ
- 2138 લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે 3457 લોકોને રસી અપાઈ
- 16 ડિસેમ્બરથી ભારતમાં વિશ્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાન શરૂ થયું છે
બનાસકાંઠાઃ 16 ડિસેમ્બરથી ભારતમાં વિશ્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ જુદાં જુદાં તબક્કાઓમાં આરોગ્યકર્મીઓને કોરોનાની રસી આપવાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં એક જ દિવસમાં 45 કેન્દ્ર પર એકસાથે એક જ દિવસમાં 2,137 આરોગ્ય કર્મચારીઓને રસી આપવાનું અભિયાન શરૂ કરાયું હતું. આમાં આરોગ્ય વિભાગ લક્ષ્ય કરતા વધુ 1,319 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં સફળ રહ્યું છે. જિલ્લામાં થઈને કુલ 2,137 વ્યક્તિઓને કોરોના રસી લગાવવાનું લક્ષ્ય હતું, જેની સામે 3457 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં જિલ્લા આરોગ્ય તંત્ર સફળ રહ્યું છે.