ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં નવનિયુક્ત 189 શિક્ષકોને મળ્યા નિમણૂકપત્ર - નિમણૂકપત્ર

ગુજરાતમાં શિક્ષકોની અછતને ધ્યાને લઈ રાજ્ય સરકારે આજે ગુજરાતમાં 1250 જેટલા નવનિયુક્ત શિક્ષણ સહાયકોની વિવિધ સરકારી શાળાઓમાં નિમણૂક કરી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પણ 189 માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને જિલ્લાના સાંસદ પરબત પટેલના હસ્તે નિમણૂકપત્રો આપવામાં આવ્યા હતા. શિક્ષકોને નિમણૂકપત્રની સાથે તેમની જવાબદારી બાબતે અવગત કરાવવામાં આવ્યા હતા.

બનાસકાંઠામાં નવનિયુક્ત 189 શિક્ષકોને મળ્યા નિમણૂકપત્ર
બનાસકાંઠામાં નવનિયુક્ત 189 શિક્ષકોને મળ્યા નિમણૂકપત્ર

By

Published : Jan 8, 2021, 11:12 AM IST

  • બનાસકાંઠાના નવા 1250 નવનિયુક્ત શિક્ષકોને મળ્યા નિમણૂકપત્ર
  • સાંસદ પરબત પટેલે તમામ શિક્ષકોને નિમણૂકપત્ર એનાયત કર્યા
  • સાંસદ પરબત પટેલે શિક્ષકોને જવાબદારી પ્રત્યે અવગત કરાવ્યા
    બનાસકાંઠામાં નવનિયુક્ત 189 શિક્ષકોને મળ્યા નિમણૂકપત્ર

બનાસકાંઠાઃ શિક્ષક કભી સાધારણ નહીં હોતા, શિક્ષકની જવાબદારી આવતીકાલનું ભવિષ્ય બનાવવાની છે. આથી સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ઘટ ઓછી કરવા માટે રાજ્યભરમાં 1250 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. આ તમામ શિક્ષકોને ગુરુવારને નિમણૂકપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ અંગેનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભાવનગરથી કરાયો હતો. ગુરુવારનો દિવસ નવનિયુક્ત શિક્ષકો માટે સારા સમાચાર લઈને આવ્યો હતો.

સાંસદ પરબત પટેલના હસ્તે બનાસકાંઠાના શિક્ષકોને અપાયા નિમણૂકપત્ર

બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુર ખાતે સાંસદ પરબત પટેલના હસ્તે જિલ્લાના 189 શિક્ષકોને નિમણૂકપત્રો આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લાના સાંસદ પરબત પટેલે માધ્યમિક શાળાના આ તમામ નવનિયુક્ત શિક્ષકોને તેમની આવનાર જવાબદારીઓ પ્રત્યે તેમને અવગત કર્યા હતા. સાથે સાથે તેમને ભવિષ્યમાં વધુમાં વધુ પ્રગતિ સાધવા શુભકામનાઓ પણ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details