બનાસકાંઠાઃ જિલ્લાના થરાદ તાલુકાના એક ગામમાં સગીરાને ગામના 2 ઈસમો દ્વારા રસ્તા વચ્ચેથી ઉઠાવી ધાર્મિક જગ્યા પર લઈ જઈ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
સમગ્ર હકીકત પરિવાર જનોને જાણ થતા પરિવારજનોએ સગીરાને થરાદ પોલીસ મથક ખાતે લઈ જઈ ડુવા ગામે રહેતા ઈશ્વરસિંહ ભણજી દરબાર અને જનકસિંહ હેદુસિંહ દરબાર બન્ને ઈસમો વિરુદ્ધની ફરિયાદ નોધાવી હતી. થરાદ પોલીસ મથકે 376, પોસ્કો કલમ 4,17 મુજબ ગુનો નોંધી બન્ને આરોપીઓનેે જેલની સજા કરી હતી.
દિયોદર એડિશનલ સેસન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો જે કેસ દિયોદર એડિશનલ જજ ઠક્કર સમક્ષ ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ ડી. વી. ઠાકોર દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. તમામ પૂરાવા આરોપી વિરુદ્ધ હોવાથી કોર્ટ સરકારી વકીલની દલીલો ધ્યાને રાખી બંને આરોપીને 10 વર્ષની કેદ અને 5 હજારનો દંડ ફટકારી સગીરા અને તેના પરિવારજનોને ન્યાય આપાવ્યો હતો.
આ બાબતે એડિશનલ સેસન્સ કોર્ટનાં સરકારી વકીલ ડી. વી. ઠાકોરે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલા થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ ચાલ્યો હતો તેમાં તમામ પૂરાવા આરોપી વિરુદ્ધ હોવાથી બંને આરોપીને કોર્ટે સજા આપી હતી. આ કૃત્ય સમાજ માટે કલંક રૂપ છે.