ગુજરાત

gujarat

ડીસા કોર્ટનો મહત્વનો ચુકાદોઃ સગીરાની છેડતી કરનાર આરોપીના જામીન નામંજૂર

By

Published : Oct 29, 2020, 8:27 PM IST

બનાસકાંઠાના ડીસામાં 14 દિવસ અગાઉ સ્પા સેન્ટરમાં યુવતીની છેડતી મામલે ડીસાની કોર્ટે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ગેરકાયદે ચાલતા સ્પા સેન્ટરો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસને આદેશ કર્યો છે.

ડીસા કોર્ટનો મહત્વનો ચૂકાદોઃ સગીરાની છેડતી કરનાર આરોપીના જામીન કર્યા નામંજૂર
ડીસા કોર્ટનો મહત્વનો ચૂકાદોઃ સગીરાની છેડતી કરનાર આરોપીના જામીન કર્યા નામંજૂર

  • ડીસા કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો
  • સગીરાની છેડતી મામલે કડક ચુકાદો
  • 14 દિવસ અગાઉની ઘટના મામલે ગંભીરતા દાખવાઈ
  • ડીસામાં સ્પા સેન્ટરમાં થઈ હતી સગીરા સાથે છેડતી
  • ડીસા કોર્ટે આરોપીની જામીન અરજી કરી નામંજૂર


ડીસાઃ ડીસામાં જલારામ મંદિર સામે આવેલો સ્ટુડિયો11 નામના સ્પા સેન્ટરમાં 14 દિવસ અગાઉ એક યુવતીની છેડતી થઈ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં મોડી સાંજે એક સગીરા હેર મસાજ માટે આ સ્ટૂડિયો 11માં ગઈ હતી તે સમયે આ સ્પા સેન્ટરમાં કામ કરતા સુશીલ યાદવ નામના પરપ્રાંતીય યુવકે યુવતીને રૂમમાં લઇ જઇ છેડતી કરી તેની સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરતા ફરિયાદ થઇ હતી. તે સમયે પોલીસે તાત્કાલિક આ આરોપીની અટકાયત કરી પોકસો મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ડીસા કોર્ટે આરોપીની જામીન અરજી કરી નામંજૂર
ડીસા કોર્ટે આરોપીની જામીન અરજી કરી નામંજૂરસગીરાની ફરિયાદના આધારે દિશા ઉત્તર પોલીસનાં પી.આઇ એમ કે ચૌહાણે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો. જે બાદ તેના રિમાન્ડ માટે ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપી સુશીલ યાદવે પણ આ ઘટનામાંથી છૂટવા માટે ડીસા કોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ આ સમગ્ર ઘટનાને ડીસાની પોક્સો કોર્ટે ગંભીરતાથી લીધો છે. કોર્ટે આ આરોપીને જામીન નામંજૂર કરી આવા ગેરકાયદે ચાલતા સ્પા સેન્ટરોમાં ચાલતા ગોરખધંધા મામલે પણ તપાસ કરવા માટે પોલીસને આદેશ કર્યો છે.
ડીસામાં સ્પા સેન્ટરમાં થઈ હતી સગીરા સાથે છેડતી
કોર્ટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને તપાસના આપ્યાં આદેશબનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સગીરા સાથે દુષ્કર્મ હત્યા અને છેડતીના અનેક બનાવો બહાર આવી રહ્યા છે. વધતા જતા બનાવને પગલે હવે પોલીસ અને કોર્ટ કડક પગલાં ભરી રહી છે. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં મહિલા ઉપર થઈ રહેલા અત્યાચારોના બનાવના પગલે હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આવી ઘટનાઓ બનતી અટકે તે માટે પોલીસ અને ડીસા કોર્ટ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે 14 દિવસ અગાઉ સ્પા સેન્ટરમાં સગીરા સાથે થયેલી આ ઘટનામાંં ડીસા કોર્ટે તાત્કાલિક ધોરણે તપાસના આદેશો આપ્યા છે. ડીસા કોર્ટે આ સમગ્ર ઘટનાની તપાસ જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેકટર અને ગૃહ વિભાગને પણ પત્ર લખી આ મામલે જાણ કરી છે અને આવા તમામ સ્પા સેન્ટરોની તપાસ કરી કોઈ ગેરકાયદે પ્રવૃતિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે જાણ કરી છે.

ABOUT THE AUTHOR

...view details