ગુજરાત

gujarat

ETV Bharat / state

ટ્રાફિકના નવા નિયમોના અમલીકરણની સમગ્ર રાજ્યમાં શરૂઆત - ટ્રાફિકના નિયમોનું પાલન

ડીસા: ટ્રાફિકના નવા નિયમોના અમલીકરણની શરૂઆત થતા વાહન ચાલકોમાં ભય જોવા મળ્યો હતો. ડીસામાં ટ્રાફિક પોલીસ પ્રથમ દિવસથી જ એક્શનમાં આવી હતી અને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવતી નજરે પડી હતી. રાજ્યમાં પોલીસે સીટ બેલ્ટ નથી તો એક હજાર, હેલ્મેટ નથી તો એક હજાર દંડ વસુલવાનો શરૂ કર્યો હતો. લોકોને ટ્રાફિકના નિયમ સમજાવવા માટે ભારત સરકાર દ્વારા આ વખતે કડક પગલું ઉઠાવવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા આ નિયમનો અમલ શરૂ થઈ ગયો છે.

નવા નિયમોના અમલીકરણની સમગ્ર રાજ્યમાં શરૂઆત કરાઇ

By

Published : Sep 16, 2019, 9:11 PM IST

ડીસા ખાતે પણ ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને નવા ટ્રાફિક નિયમોનું અમલીકરણ કરાવતી નજરે પડી હતી. ડીસા શહેર ટ્રાફિક પોલિસ દ્વારા બ્લેક કાચ વાળી ગાડીને દંડ આપતા વાહન ચાલકે પોતાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સરકાર જે નિયમો બનાવવામાં આવ્યા છે તે સારી બાબત છે, પરંતુ દંડની રકમ ઘણી વધારે છે તેને ઘટાડવી જોઈએ.

ટ્રાફિકના નવા નિયમોના અમલીકરણની સમગ્ર રાજ્યમાં શરૂઆત

ડીસામાં ટ્રાફિકની કામગીરી કરતા દિલીપભાઈ બ્રહ્મભટ્ટે વાહન ચાલકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરાવવા માટે વાહન ચાલકોએ પણ સહયોગ આપવો જોઈએ. જેનાથી કોઈ કાયદો અને વ્યવસ્થા બની રહે. સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરીને દંડની રકમમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. બેશક વાહન ચાલકો માટે આ નવા નિયમો આર્થિક બોજ વધારનારા છે, પરંતુ આ નિયમોને પગલે વાહન ચાલકોની સુરક્ષામાં વધારો થશે અને વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સ વધશે.

ABOUT THE AUTHOR

...view details