ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના પગલે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠંડી એ જોર પકડ્યું છે અને છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતાં ઠંડી તેનો સીતમ વરસાવી રહી છે. છેલ્લા બે દિવસથી તાપમાન ગગડતા 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ડીસામાં ઠંડીમાં વધારો થતા જનજીવન પર અસર, પારો 11 ડિગ્રી નોંધાયો
બનાસકાંઠા: રાજ્યમાં ધીરે ધીરે ઠંડીએ જોર પકડ્યુ છે અને ઠંડીના ચમકારામાં ઉતરોતર વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ઉત્તર ભારતમાં પડી રહેલા ભારે હિમવર્ષાના પગલે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ઠંડીની સૌથી વધારે અસર જોવા મળી રહે છે. જેમાં ઠંડીના કારણે હાલ સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે.
ઠંડીમાં વધારો થતાં જનજીવન પર અસર
ઠંડીથી રક્ષણ મેળવવા માટે લોકો અનેક પ્રયાસો કરી રહ્યા છે. ખાસ કરીને સવારે કામ ધંધાએ નીકળતા લોકો અને શાળાએ જતાં બાળકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે સાલ, સ્વેટર, મફલર સહિત ગરમ વસ્ત્રોમાં ગોતમોટ થઈને બહાર નીકળતા નજરે પડી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં હજુ પણ વધારે ઠંડી પડશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે.