બનાસકાંઠાઃ જિલ્લામાંથી ફરી એકવાર રાત્રિના સમયે કાંટ ગામના તળાવમાંથી ગેરકાયદેસર રેતીની તસ્કરી કરતા તત્વોને ગ્રામજનોએ ઝડપી પાડયા છે. ભૂસ્તર વિભાગે બે ડમ્પર અને એક હિટાચી મશીન જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ડીસાના કાંટ ગામેથી તળાવમાં ગેરકાયદેસર ખનન કરતા ટ્રક અને હિટાચી મશીન ભૂસ્તર વિભાગે કર્યા જપ્ત જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં ગેરકાયદેસર રેતી ચોરી થતી હોવાની ઘટના અવાર નવાર સામે આવે છે. જેથી ભૂસ્તર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓ નજીવા પૈસા કમાવાની લ્હાયમાં નદીનું આડેધડ ખોદકામ કરી રોયલ્ટી વગર માટીનું મોટું કૌભાંડ કરી રહ્યા છે, ત્યારે આ બાબતે ભૂસ્તર વિભાગ દ્વારા અનેકવાર આવા લોકોને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી છે તેમ છતાં આવા ભૂમાફિયાઓ જાણે ભૂસ્તર વિભાગનો ડર ન હોય તેમ આડેધડ માટી વેચવાનું કૌભાંડ કરી રહ્યા છે.
ડીસાના કાંટ ગામેથી તળાવમાં ગેરકાયદેસર ખનન કરતા ટ્રક અને હિટાચી મશીન ભૂસ્તર વિભાગે કર્યા જપ્ત બનાસ નદીની રેતીનો કૌભાંડની સાથે સાથે હવે તો આવા ભૂમાફિયાઓ ગામમાં આવેલા તળાવમાં પણ પ્રવેશ કર્યો છે અને લોકોને જાણે કઈ જાણ ન હોય તેમ રાત્રીના સમયે મોટા પ્રમાણમાં ગામમાં બનાવેલા તળાવોમાંથી માટીની ચોરી કરવામાં આવી રહી છે.
ડીસાના કાંટ ગામેથી તળાવમાં ગેરકાયદેસર ખનન કરતા ટ્રક અને હિટાચી મશીન ભૂસ્તર વિભાગે કર્યા જપ્ત ડીસા તાલુકાના કાંટ ગામમાંથી રાત્રિના સમયે તળાવમાંથી ગેરકાયદેસર રેતીની ચોરી થઇ રહી હોવાની ઘટના સામે આવી છે. જેમાં રાત્રિના સમયે ગામના તળાવમાંથી છેલ્લા એક અઠવાડિયાથી ગેરકાયદેસર રેતીની તસ્કરી થતી હતી. જેની માહિતી ગ્રામજનોને થતા ગામના જાગૃત લોકોએ વોચ ગોઠવી હતી અને રાત્રીના સમયે જ્યારે એક હિટાચી મશીન અને બે ડમ્પર રેતી ભરવા માટે તળાવમાં આવ્યાં ત્યારે લોકોએ તેને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા ડમ્પર ચાલકોને પૂછતા તેમની પાસે કોઈ જ પ્રકારની પરવાનગી ન હોવાનું સ્વીકારતા ગ્રામજનોએ તંત્રને જાણ કરી હતી.
ડીસા તાલુકા પોલીસ અને ભૂસ્તર વિભાગના અધિકારીઓ બનાવની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોની ફરિયાદના આધારે ભૂસ્તર વિભાગે બે ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત અંદાજે 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ડમ્પર માલિકો સામે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે.