ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના દાંતીવાડામાં પત્નીના પરિવાર દ્વારા પતિની હત્યા - latest news of crime

બનાસકાંઠામાં પ્રેમસંબંધ બાદ વૈવાહિક જીવન જીવતા દંપતી પર પત્નીના સગા દ્વારા હુમલો કરતા પતિનું મોત નીપજ્યું છે. આ બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બે ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડયા હતા, જયારે મૃતક યુવકના મૃતદેહને પોસમોટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Husband's murder by wife's family
દાંતીવાડામાં પત્નીના પરિવાર દ્વારા પતિની હત્યા

By

Published : May 16, 2020, 6:34 PM IST

બનાસકાંઠાઃ લોકડાઉન વચ્ચે પણ લોકો હત્યા અને હુમલો કરતા અચકાતા નથી. દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે મહેશ ઠાકોર નામના યુવકે બે વર્ષ અગાઉ રાણોલ ગામની સુર્યા ઠાકોર નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે યુવતીના પરિવારજનો આ પ્રેમલગ્નથી નારાજ હોયને બદલો લેવાનું નક્કી કર્યું હતું. જોકે પ્રેમલગ્ન બાદ યુવક યુવતી અમદાવાદ રહેતા હતા પરંતુ લોકડાઉન થતા બંને પોતાના વતન ગોઢ ગામે આવ્યા હતા. જે અંગેની જાણ થતાં જ મોકો જોઈ શનિવારે વહેલી સવારે પત્નીના કુટુંબીજનોએ તેના સસરિયાઓ પર હુમલો કર્યો હતો. ગાડીથી ટક્કર મારી, યુવતીના પતિ, સાસુ સસરા પર તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા મારી ગંભીર ઇજા પહોંચાડીને ત્યાંથી ટોળુ નાસી ગયું હતું, જેમાં પ્રેમલગ્ન કરનાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે મૃતકના માતા-પિતા ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રેમ પ્રકરણ પછી લગ્નને પણ એક વર્ષ થઈ ગયું હોવા છતાં મહિલાના પરિવારજનોનો આક્રોશ યથાવત હતો. જેના પરિણામે આજે હથિયારો સાથે આયોજનપૂર્વક હત્યા કરવાનો પ્લાન કર્યો હતો. ટોળાએ વહેલી સવારે કરેલા હુમલો કરતા યુવકનું મોત થયું છે.

બનાસકાંઠાના દાંતીવાડામાં પત્નીના પરિવાર દ્વારા પતિની હત્યા
વહેલી સવારે કરેલા હુમલા બાદ સમગ્ર મામલો દાંતીવાડા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે એફ.એસ.એલની મદદ લઈ તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે મરચાની ભૂકી પણ પોલીસના હાથે લાગી છે. તેથી સ્પષ્ટ કહી શકાય કે, હુમલો કરનાર પરિવારના તમામ લોકોને મોતને ઘાટ ઉતારવા માટેના બદ ઇરાદે આયોજનપૂર્વકથી હત્યારાઓ આવ્યા હતા. પરંતુ તેઓ તેમાં કારગર સાબિત થઈ શક્યા નહી. અંદાજીત 20થી વધુ લોકોના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે પૈકી 3 લોકોની અટકાયત તેમજ ગુનાના કામમાં વપરાયેલા વાહનો કબ્જે કરવામાં આવ્યા છે.પ્રેમ પ્રકરણમાં લગ્નના એક વર્ષ બાદ પણ યુવતીના પરિવારજનો ગમે તે ભોગે બદલો લેવા ઇચ્છતા હતા. જેનું પરિણામ આજે કરુણ આવ્યું છે. પોતાની દીકરીને વિધવા કરી પરિવારજનો હવે જેલના સળિયા પાછળ જશે. જેથી એક બાબત સ્પષ્ટ છે કે, આજે પણ અંતરિયાળ વિસ્તારમાં પ્રેમલગ્નને સમાજ સ્વીકાર કરતો નથી.

ABOUT THE AUTHOR

...view details