ડીસાઃ માલગઢ ગામે મકાન ધરાશયી, એકનું મોત - deesa hospital
બનાસકાંઠાઃ જિલ્લાના માલગઢ ગામે છેલ્લા બે દિવસ દરમિયાન ભારે વરસાદ પડતા એક મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનામાં માતા-પુત્ર મકાનના કાટમાળમાં દબાઈ ગયા જતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પુત્રનું સારવાર દરમિયાન મોત થયું છે.
![ડીસાઃ માલગઢ ગામે મકાન ધરાશયી, એકનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4616190-thumbnail-3x2-bns.jpg)
બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં 3 થી 8 ઈંચ સુધી વરસાદ પડતા લોકોના જાનમાલને ખૂબ જ મોટું નુકસાન થયું છે. ડીસા તાલુકાના માલગઢ ગામે ભારે વરસાદના કારણે કાચુ નળીયાવાળું મકાન ધરાશાયી થતા માતા અને પુત્ર બંને દટાઈ ગયા હતા. આ ઘટાનાની જાણ થતાં આજુ-બાજુના લોકોએ તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી હાથ ધરી હતી. તેની સાથે જ ઈજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે ડીસા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ ઘટનામાં પુત્રને માથાના ભાગે ખીલો ઘૂસી જતા ગંભીર ઈજા થઈ હોવાથી તેને વધુ સારવાર માટે ભણસાલી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ. જેથી યુવાન દીકરાના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.