ગુજરાત

gujarat

ETV Bharat / state

લાખણી તાલુકાના જસરા ગામે યોજાયો અશ્વ મેળો - Horse racing planning

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજસ્થાન અને અન્ય રાજયના લોકો અશ્વ સાથે ભાગીદાર બન્યા હતા. આજે શિવરાત્રી નિમિત્તે આ અશ્વ મેળાની સાંજે પૂર્ણાહુતિ થશે. જેમાં 1000 થી વધુ ઘોડાઓ સ્પર્ધક તરીકે ભાગીદાર બન્યા હતા.

લાખણી તાલુકાના જસરા ગામે યોજાયો અશ્વ મેળો
લાખણી તાલુકાના જસરા ગામે યોજાયો અશ્વ મેળો

By

Published : Mar 12, 2021, 5:25 PM IST

  • છેલ્લા દસ વર્ષથી લાખાણી તાલુકાના જસરા ગામે યોજાય છે અશ્વમે ળો
  • અશ્વ મેળામાં અનેક રાજ્યો માંથી સ્પર્ધકો આવે છે
  • જસરા ગામે 4 દિવસીય અશ્વ મેળો યોજાયો

બનાસકાંઠાઃ જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજસ્થાન અને અન્ય રાજ્યના લોકો અશ્વ સાથે ભાગીદાર બન્યા છે. આજે શિવરાત્રી નિમિત્તે આ અશ્વ મેળાની સાંજે પૂર્ણાહુતિ થશે. જેમાં 1000 થી વધુ ઘોડાઓ સ્પર્ધક તરીકે ભાગીદાર બન્યા હતા.

લાખણી તાલુકાના જસરા ગામે યોજાયો અશ્વ મેળો

જસરા ગામે અશ્વ દોડનું આયોજન

બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની નજીક આવેલો છે. રાજસ્થાનની મારવાડી નસ્લના ઘોડા સમગ્ર દેશમાં વિખ્યાત છે. અશ્વોનું ઐતિહાસિક મૂલ્ય સમજાય અને લોકો અશ્વ પાલન સાથે જોડાય તે હેતુથી છેલ્લા 10 વર્ષથી લાખાણી તાલુકાના જસરા ગામે ચાર દિવસ માટે અશ્વ દોડનું આયોજન કરવામાં આવે છે. આ અશ્વ મેળામાં અલગ-અલગ સ્પર્ધાઓ હોય છે. જેમાં અનેક રાજ્યના અશ્વ પ્રેમીઓ સહભાગી બને છે. જસરા ગામે દર વર્ષ યોજાતા અશ્વ મેળાનું આગવું મહત્વ હોવાથી હજારો અશ્વ પ્રેમીઓ આ અશ્વ મેળાને નિહાળવા માટે જસરા ગામે આવે છે.

અશ્વ મેળામાં અનેક રાજ્યોમાંથી સ્પર્ધકો આવે છે.

જસરા ગામે યોજાતો આ મેળો સરહદી વિસ્તાર નો સૌથી મોટો મેળો છે. આ મેળામાં અશ્વો આકર્ષણ નું કેન્દ્ર છે. ઘોડદોડ, નાચ, શણગાર, ન્સલ, સમજદારી, કેળવણી આ તમામ બાબતો ની અલગ અલગ સ્પર્ધા યોજાય છે. જેમાં આ માત્ર બનાસકાંઠા ના જ નહીં પરંતુ રાજસ્થાન અને ગુજરાત ના ઘોડા માલિકો ભાગીદાર બને છે. જેમાં પ્રથમ આવનાર ઘોડાને ઇનામ પણ આપવામાં આવે છે. ઘોડા ના કરતબ અને તેની વિશેષતાઓ જોવા ચાર દિવસ માટે લોકોનું ઘોડાપુર ઉમટે છે. લોકો અશ્વોના કરતબ જોઈ આશ્ચર્ય પામે છે. આધુનિક જમાનામાં વિસરાતી જતી સંસ્કૃતિ અને પરંપરા ને જાળવી રાખવા માટે આ અશ્વ મેળો આ વિસ્તારમાં ખૂબ પ્રચલિત છે.

લાખણી તાલુકાના જસરા ગામે યોજાયો અશ્વ મેળો

જસરા ગામે 4 દિવસીય અશ્વ મેળો યોજાયો

બનાસકાંઠાના લાખણીના જસરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પરંપરાગત રીતે ચાર દિવસીય અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જસરા ગામે બુઢેશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમા યોજાયેલ અશ્વ મેળામાં ઘોડાઓની વિવિધ પ્રકારની કરબતો અને હરીફાઈઓ જોવા દૂર દૂર થી લોકો ઉમટ્યા હતા.આ અશ્વ મેળામાં અનેક સારી ઓલાદ ન ઘોડાઓએ ભાગ લીધો છે હાલના આધુનિક અને ટેકનોલોજીના સમયમાં અશ્વોની જાતિ લુપ્ત થઈ રહી છે જે લુપ્ત થતી અશ્વની જાતિને ટકાવી રાખવા અને આજની નવી પેઢી અશ્વ શક્તિ વિશે જાણે અને સમજે તે માટે અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details