બનાસકાંઠા: જિલ્લામાં અકસ્માતના બનાવમાં રોજ-બરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ગત 1 અઠવાડિયામાં માર્ગ અકસ્માતના અનેક બનાવોમાં લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. ખાસ કરીને અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં અજાણ્યા વાહનની ટક્કરે અનેક લોકો મોતને ભેટ્યા છે, ત્યારે શનિવારે વધુ એક અજાણ્યા વાહનની ટક્કરે 2 યુવકોના મોત નીપજ્યા છે.
અમીરગઢ પાસે હિટ એન્ડ રન, 2ના મોત - અમીરગઢમાં અકસ્માત
શનિવારે અમીરગઢ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં કાનપુરના 2 યુવકોના મોત થયાં છે. આ બન્ને યુવકો અમીરગઢ ખાતે યોજાયેલા સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા.
અમીરગઢ પાસે હિટ એન્ડ રન
કાનપુરના 2 યુવકો શનિવારે અમીરગઢ ખાતે યોજાયેલા સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમમાં આવ્યા હતા. જ્યાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તે પરત પોતાના ગામ જવા બાઈક લઈને નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં તેમનો અકસ્માત થયો હતો. જેમાં 2 વ્યક્તિના મોત થયાં છે. ઘટનાની જાણ થતાં અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોળી આવી હતી. પોલીસે બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.