ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસા નજીક હિટ એન્ડ રનની બની ઘટના, 1 નું મોત

બનાસકાંઠા જિલ્લામાં ડીસા નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બાઈક ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્મત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું.

ડીસા નજીક હિટ એન્ડ રનની બની ઘટના, 1 નું મોત
ડીસા નજીક હિટ એન્ડ રનની બની ઘટના, 1 નું મોત

By

Published : Jan 8, 2021, 6:14 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો
  • ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સર્જાયો અકસ્માત
  • અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત

બનાસકાંઠાઃ જિલ્લામાં ડીસા પાસે આજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બાઈક ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે આજુ-બાજુના લોકોએ ભેગા થઈ પોલીસને જાણ કરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં હાલમાં વારંવાર અકસ્માતો સામે આવી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ મહિનાથી વાહનચાલકો ટક્કર મારી ફરાર થઈ જતા અનેક લોકો મોતને ઘાટ ઉતર્યા છે વારંવાર સર્જાતા અકસ્માતના કારણે લોકોમાં પણ હાલ ભાઈ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં બાઇક સવારોને અનેક અકસ્માતો નોંધાયા છે. જેમાં અત્યાર સુધી આવા અકસ્માતોમાં અનેક બાઈક સવારોના મોત પણ નિપજ્યા છે.

ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે સર્જાયો અકસ્માત

ડીસામાં બનાસપુલ પાસે હિટ એન્ડ રન ની ઘટના બની છે. ડીસા ખાતે રહેતા જગદીશભાઇ ચમનાજી ગેલોત પોતાનું બાઇક લઇને આખોલથી ડીસા તરફ આવી રહ્યા હતા. તે સમયે અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક જગદીશભાઈ ગેલોત રોડ પર પટકાતા અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે આજુ-બાજુના લોકો દોડી આવી રાહત કામગીરી કરી હતી.

પોલીસે ફરાર વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

જ્યારે આ અકસ્માત અંગે જાણ કરતાં ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને પસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. અકસ્માત બાદ ફરાર થનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી ડીસા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી,

ABOUT THE AUTHOR

...view details