ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરમાં હિટ એન્ડ રનની ઘટના, યુવકનું મોત - બનાસકાંઠા ન્યૂઝ

પાલનપુર શહેરના ગઠામણ પાટિયા નજીક બાઇક સાથે ઉભેલા યુવકને પાછળથી અજાણ્યાં વાહને હડફેટે લેતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માત બાદ તરત જ વાહનચાલક હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

accident incident
accident incident

By

Published : Dec 28, 2020, 10:26 PM IST

  • પાલનપુરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી
  • બાઇક સાથે ઉભેલા યુવકને અજાણ્યા વાહને અડફેટે લીધો
  • યુવકનું ઘટના સ્થળે મોત

પાલનપુરઃ શહેરના ગઠામણ પાટિયા નજીક પોતાના જ્યુપીટર વાહન સાથે ઉભેલા યુવકને પાછળથી અજાણ્યાં વાહને હડફેટે લેતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ તરત જ વાહનચાલક હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

  • નયનભાઈ દુકાને પહોંચે તે પહેલાં જ બની ઘટના


બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. આવો જ એક હિટ એન્ડ રનનો બનાવ પાલનપુરમાં પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની વિગતો જોતાં પાલનપુર-અમદાવાદ હાઇવે પર પાલનપુર નજીક ગઠામન પાટિયા નજીક નયનભાઈ બી.પરમાર પોતાનું જ્યુપીટર લઇ દુકાને જઈ રહ્યાં હતાં. તે દરમિયાન ગઠામન પાટિયા નજીક પાછળથી આવેલા એક અજાણ્યાં વાહને જ્યુપીટરને ટક્કર મારી હતી. જેથી નયનભાઈ ફંગોળાઈ રોડ પર પડતાં ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા.

  • અકસ્માતને અંજામ આપી વાહન ચાલક ફરાર

ઘટનાને અંજામ આપી વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. સ્થાનિકો એ તાત્કાલિક 108ને જાણ કરી મૃતકના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details