અંબાજીમાં બંને કોમમાં શાંતિ જળવાયેલી રહે તે માંટે શાંતી સમીતીની બેઠક યોજાઇ
અંબાજીઃ અયોધ્યા વિવાદિત જમીન મુદ્દે ચુકાદો આવ્યા બાદ શહેરમાં શાંતિ જળવાયેલી રહેને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે દાંતા પ્રાંત અધીકારી , મામલતદાર તથા અંબાજી પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો અને બન્ને કોમમાં શાંતિ જળવાયેલી રહે તે માંટે શાંતી સમીતીની બેઠક યોજવામાં આવી હતી અને બન્ને કોમમાં ભાઈ ચારો જળવાઇ રહે અને સુલેહ શાતિ ભંગ ન થાય તે માટે અપીલ કરવામાં આવી હતી.
અંબાજીમાં બંને કોમમાં શાંતિ જળવાયેલી રહે તે માંટે શાંતી સમીતીની બેઠક યોજાઇ
જો કે હાલ તબક્કે શહેરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સંપૂર્ણ શાંતિ અને ભાઈચારાનો માહોલ જળવાય રહ્યો છે. શનિવારના રોજ યોજાયેલી શાંતિ સમીતીની બેઠકમાં IAS અધીકારી ડો.પ્રશાંત જીલાવા, મામલતદાર એચ.જે ગોર તથા પીઆઈ જે.બી અગ્રવાત અને અંબાજી તથા હડાદ વિસ્તારના બન્ને કોમના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.