ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી - ગુજરાત ન્યૂઝ

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. આમ તો બનાસકાંઠા જિલ્લાનો શહેરી વિસ્તાર પાણી માટે મોટી સમસ્યા ભોગવતો આવ્યો છે. પરંતુ ચાલુ વર્ષે સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો કેટલાક વિસ્તારોમાં નુકસાન પણ થયુ હતુ.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ,  અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

By

Published : Sep 21, 2020, 7:12 AM IST

બનાસકાંઠાઃ જિલ્લામાં સરહદી વિસ્તારમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો હતો. બનાસકાંઠા જિલ્લામાં આમ તો પાણીની ખાસ જરૂર હોય છે, ત્યારે લાંબા સમયના વિરામબાદ સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી વહેતું થયું હતું.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો એક પછી એક નુકસાની ભોગવી રહ્યા છે, ત્યારે ફરી એકવાર વરસેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આમ તો શહેરી વિસ્તાર પાણી માટે મોટી સમસ્યા ભોગવતો આવ્યા છે પરંતુ વરસેલા ધોધમાર વરસાદના કારણે ચોક્કસથી કહી શકાય કે, ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક ખેડૂતોને મોટા પ્રમાણમાં વરસાદના કારણે નુકસાન પણ થયું છે.

ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મોડે મોડે શરૂ થયેલું ચોમાસુ હાલમાં પોતાનું અસલી સ્વરૂપ બતાવી રહ્યું છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં સારો એવા વરસાદ પણ પડ્યો છે. જેના કારણે ખેડૂતોમાં પણ પોતાના પાકને જીવતદાન મળતા ખુશી જોવા મળી રહી છે પરંતુ શહેરી વિસ્તારમાં શરૂ થયેલા વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન પણ થયું છે.

ABOUT THE AUTHOR

...view details