બનાસકાંઠાઃ જિલ્લામાં ચાલુ વર્ષે શરૂઆતમાં એક મહિના સુધી વરસાદ ન વરસતા ખેડૂતો પોતાના પાકને લઇ ચિંતામાં મુકાયા હતા, પરંતુ ત્યારબાદ વરસાદે વરસવાનું શરૂ કરતાં અનેક તાલુકાઓ જળબંબાકાર થયા હતા. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન તારે ડેમોમાં સારી પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, ત્યારે આ તરફ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોના પાકમાં વરસાદી પાણીથી મોટું નુકસાન વેઠવાનો વારો પણ આવે છે.
બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી - ડીસાના તાજા સમાચાર
બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ શનિવારે ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયાં હતા.
આ વર્ષે વરસેલા વરસાદથી મગફળી, બાજરી અને તલ જેવા પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગત ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂત એક પછી એક કુદરતી આપત્તિઓનો સામનો કરી રહ્યો છે, ત્યારે આ વર્ષે વરસેલા ભારે વરસાદથી બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને ફરી એકવાર મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં 10 દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને હાલમાં ખેડૂતોએ જ્યારે મગફળીનો પાક લેવાની શરૂઆત કરી છે, ત્યારે શનિવારે ભારે વરસાદ શરૂ થતાં ખેડૂતોને તમામ પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એક પછી એક કુદરતી આપત્તિનો સામનો કરી રહેલા ખેડૂતો આજે દેવાદાર બની બેઠા છે, ત્યારે શનિવારે શરૂ થયેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને પોતાના પાકને લઈ ચિંતા ઊભી થઈ છે.